Not Set/ ફણગાવેલા કઠોળ ઓછી કેલરી સાથે આપશે ભરપૂર એનર્જી

અમદાવાદ, ફણગાવેલા કઠોળ એટલે કે સ્પ્રાઉટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ  ઉમદા ગણાય છે. કારણ કે ફણગાવેલા કઠોળ અને અનાજમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. ફણગાવેલા કઠોળ ખાવાથી  નબળાઈ પણ દૂર થાય છે.  વળી ફણગાવેલા કઠોળના કોઈ સાઇડ ઇફેક્ટ નથી. ફણગાવેલા કઠોળના અન્ય ફાયદા આ પ્રમાણે છે. હંમેશાં સવારનો નાસ્તો ભારે રાખવો. ત્યારે નાસ્તામાં તમે  ફણગાવેલા  કઠોળનો ઓપ્શન અપનાવી શકો છે.  તમે […]

Health & Fitness Lifestyle
ma 5 ફણગાવેલા કઠોળ ઓછી કેલરી સાથે આપશે ભરપૂર એનર્જી

અમદાવાદ,

ફણગાવેલા કઠોળ એટલે કે સ્પ્રાઉટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ  ઉમદા ગણાય છે. કારણ કે ફણગાવેલા કઠોળ અને અનાજમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. ફણગાવેલા કઠોળ ખાવાથી  નબળાઈ પણ દૂર થાય છે.  વળી ફણગાવેલા કઠોળના કોઈ સાઇડ ઇફેક્ટ નથી. ફણગાવેલા કઠોળના અન્ય ફાયદા આ પ્રમાણે છે.

હંમેશાં સવારનો નાસ્તો ભારે રાખવો. ત્યારે નાસ્તામાં તમે  ફણગાવેલા  કઠોળનો ઓપ્શન અપનાવી શકો છે.  તમે નાસ્તામાં ફણગાવેલા મગ ,મઠ,ચણા, સોયાબીનને ફણગાવીને  ઉપયોગ કરી શકો છો. તમે વિવિધ શાકભાજીમાં તેનો ઉપયોગ કરી શકો છો જેથી તમારા આહારનું પોષક મૂલ્ય વધી જશે.

ફણગાવેલા અનાજ અને કઠોળ ખાવાને લીધે પેટ સંબંધી સમસ્યા દૂર થઈ જાય છે. ફણગાવેલા દાણાના  રેષા પાચનતંત્રે મજબૂત કરે છે.

અંકુરિત અનાજ એન્ટિઓકિસ્ડન્ટ અને વિટામિન એ,બી,સી,ઇથી ભરપૂર હોય છે. એટલું જ નહીં તેમાં ફોસ્ફરસ,આરન, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નેશિયમ જેવા પૌષ્ટિક તત્વ હોય છે એન્ટિઓક્સિડન્ટથી વ્યક્તિની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. અને કેલ્શિયમથી  હાડકામાં તાકાત આવે છે.ફણગાવેલા અનાજમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે. જે શરીરને મજબૂત બનાવે છે