Not Set/ આજે જ ઘરે બનાવો આ રીતે બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી

સામગ્રી 1/4 કપ બાજરી , 5 (કલાક પાણીમાં પલાળીને નીતારી લીધેલી) 1/4 કપ મગ 1/2 કપ લીલા વટાણા 2 ટીસ્પૂન તેલ 1 ટીસ્પૂન જીરૂં એક ચપટીભર હીંગ 1/2 કપ ઝીણા સમારેલા કાંદા 1 કપ સમારેલા ટમેટા 1 ટીસ્પૂન લસણની પેસ્ટ 1/2 ટીસ્પૂન આદૂની પેસ્ટ 1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ 1/2 ટીસ્પૂન હળદર 1 ટીસ્પૂન મરચાં […]

Food Lifestyle
mahu njk e1527424689820 આજે જ ઘરે બનાવો આ રીતે બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી

સામગ્રી

1/4 કપ બાજરી , 5 (કલાક પાણીમાં પલાળીને નીતારી લીધેલી)
1/4 કપ મગ
1/2 કપ લીલા વટાણા
2 ટીસ્પૂન તેલ
1 ટીસ્પૂન જીરૂં
એક ચપટીભર હીંગ
1/2 કપ ઝીણા સમારેલા કાંદા
1 કપ સમારેલા ટમેટા
1 ટીસ્પૂન લસણની પેસ્ટ
1/2 ટીસ્પૂન આદૂની પેસ્ટ
1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
1/2 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું  (સ્વાદાનુસાર)

બનાવવી રીત

બાજરી અને મગને અલગ અલગ એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ૫ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો. હવે એક પ્રેશર કુકરમાં બાજરી, મગ, લીલા વટાણા, મીઠું અને 1 કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની 5 સીટી સુધી રાંધી લો.

પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો, તે પછી તેને બાજુ પર રાખો.  એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં ઉમેરો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં ટમેટા, લસણની પેસ્ટ, આદૂની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, હળદર, મરચાં પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૨ થી 3 મિનિટ સુધી રાંધી લો. તેને બટાટા છુંદવાના ચમચા વડે વચ્ચે-વચ્ચે હલાવતા રહી બધી વસ્તુઓને થોડી છુંદી લો.

છેલ્લે તેમાં રાંધેલી બાજરી, મગ અને લીલા વટાણાના મિશ્રણ સાથે 1/4 કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.  ગરમ ગરમ પીરસો.