Fashion/ ઠંડીમાં સ્કિન ડ્રાય થઈ જાય છે, આ ઉપાયો અજમાવી જુઓ

અમદાવાદ, હાલ મસ્ત મજાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ત્વચા એકદમ શુષ્ક પડી જતી હોય છે.સ્કિન ડ્રાય થતા ખાસ કરીને હાથની ચમક જતી રહેતી હોય છે.ઠંડકમાં હોઠ ફાટે છે સાથે સાથે ચહેરો પણ ઘણી વાર ફિક્કો પડે છે. તો, અહીં આપેલા કેટલાક સરળ ઉપાય અજમાવો, જેથી તમારી ત્વચા સૂકી અને નિર્જીવ ન થઈ જાય. […]

Fashion & Beauty Lifestyle
dry skin care ઠંડીમાં સ્કિન ડ્રાય થઈ જાય છે, આ ઉપાયો અજમાવી જુઓ

અમદાવાદ,

હાલ મસ્ત મજાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ત્વચા એકદમ શુષ્ક પડી જતી હોય છે.સ્કિન ડ્રાય થતા ખાસ કરીને હાથની ચમક જતી રહેતી હોય છે.ઠંડકમાં હોઠ ફાટે છે સાથે સાથે ચહેરો પણ ઘણી વાર ફિક્કો પડે છે.

તો, અહીં આપેલા કેટલાક સરળ ઉપાય અજમાવો, જેથી તમારી ત્વચા સૂકી અને નિર્જીવ ન થઈ જાય.

વિન્ટરમાં ત્વચાને સુંદર રાખવાનો પહેલો ઘરગથ્થુ ઉપાય છે દેશી તેલનું માલિશ.કોપરેલ કે સરસવના તેલનું માલિશ કરો અને એ પછી 20 મિનિટ બાદ હુંફાળા પાણીએ સ્નાન કરો.

ઠંડા પવન ત્વચાનો ભેજ છીનવી ન લે તે માટે પાણી વધુ પીવાથી પણ ત્વચા હળવી બનશે.વાતાવરણ ભેજયુક્ત હોય ત્યારે કોલ્ડ ક્રીમ લગાવશો તો પણ સ્કિન નરમ પડશે.

ડેડ સ્કિન દૂર કરવા અઠવાડિયાંમાં બે વાર કરો સ્ક્રબ. આ સિવાય વારંવાર ચહેરા પર ફેસવૉશ ન લગાવશો, તેના બદલે ફેસ વાઇપ્સનો ઉપયોગ કરો.

એલોવિરા જેલમાં વિટામિન-ઈ કેપ્સૂલ મિશ્ર કરો અને સૂતાં પહેલાં લગાવો.

અઠવાડિયામાં બે વાર નારિયેળ તેલ, ઓલિવ ઓઇલ કે બદામના તેલથી મસાજ કરો.

શિયાળામાં થોડી મલાઈમાં પણ કોપરેલનું તેલ નાંખીને બોડી મસાજ કરવાથી ત્વચાની મુલાયમતા જળવાઈ રહેશે.