Not Set/ ત્વચાની આ 4 સમસ્યાઓનો આસાનીથી ઉકેલ લાવી શકશે લીબું

અમદાવાદ લીંબુનો ઉપયોગ શાકભાજીમાં કે દાળને ટેસ્ટી કરવામાં થતો હોય પરંતું આ રસદાર ફળનો ઉપયોગ ત્વચાની સુંદરતા માટે પણ થાય છે.અહીં અમે લીંબુના ઉપયોગથી ત્વચાને લગતી કઇ સમસ્યાનો હલ નીકળી શકે છે તે જણાવ્યું છે. 1.ડાર્ક સ્પોટ્સ દૂર કરે છે લીંબુ ત્વચા પરના કાળા ડાઘાને દુર કરે છે.લીંબુ ફોલ્લીઓ અને બ્લેક સ્પોટ્સના ઉપચાર માટે અત્યંત સારા છે. જે […]

Fashion & Beauty
hhr ત્વચાની આ 4 સમસ્યાઓનો આસાનીથી ઉકેલ લાવી શકશે લીબું

અમદાવાદ

લીંબુનો ઉપયોગ શાકભાજીમાં કે દાળને ટેસ્ટી કરવામાં થતો હોય પરંતું આ રસદાર ફળનો ઉપયોગ ત્વચાની સુંદરતા માટે પણ થાય છે.અહીં અમે લીંબુના ઉપયોગથી ત્વચાને લગતી કઇ સમસ્યાનો હલ નીકળી શકે છે તે જણાવ્યું છે.

1.ડાર્ક સ્પોટ્સ દૂર કરે છે
લીંબુ ત્વચા પરના કાળા ડાઘાને દુર કરે છે.લીંબુ ફોલ્લીઓ અને બ્લેક સ્પોટ્સના ઉપચાર માટે અત્યંત સારા છે. જે જગ્યાએ બ્લેક સ્પોટ હોય ત્યાં લીંબુના રસને લગાવો  અને તમે સમય જતાં તેમાં ઘટાડો જોશો. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ ત્વચાને ચોખ્ખી કરવામાં મદદ કરે છે.

2.ખીલ દૂર કરે છે
કેટલાક તાજા લીંબુના રસના અર્કનો રસ કાઢો તેને થોડું પાણી સાથે પાતળું કરો. રૂની મદદથી તેને ખીલની આજુબાજુ લગાવવાથી ઘણો લાભ થશે.આ પ્રયોગ તમે પંદર મિનિટ સુધી કરી શકો છો અને પછી ખીલવાળી ત્વચાવે શુધ્ધ ઠંડા પાણીથી ધોઈ શકો છો. લીંબુનો રસ નિયમિત ઉપયોગ ખીલમાં મદદ કરે છે.

3.ત્વચા વાઇટનિંગ
લેમનમાં સાઇટ્રસ એસિડ ત્વચાને કુદરતી રીતે સફેદ કરવામાં પણ કાર્ય કરે છે.લીંબુ ચામડીને ચળકતી કરે છે.આના માટે 2 ચમચી લીંબુનો રસ, 3 ચમચી પાણીને સારી રીતે મિક્સ કરીને  તેને સમગ્ર ચહેરા પર અને ગરદન પર ચોપડો.એ પછી તેને 30 મિનિટ માટે સુકાવવા દો અને તેને ઠંડા પાણીથી ધોઈ નાખો. આવું રોજ કરવાથી ત્વચામાં નીખાર આવશે.

4 .બ્લેકહેડ્સ દૂર કરે છે
નાકની આસપાસના બ્લેકહેડ્સ પર તાજા લીંબુનો રસનો અર્કનો સીધો ઉપયોગ કરવાથી તે દુર થઇ શકે છે.બ્લેકહેડ્સમાં જે જાડો ભાગ હોય છે તેને લીંબુમાં રહેલું એસિડ દુર કરી શકે છે.