Not Set/ આ રીતે તમે પણ બનાવી શકો છો ગાજરનો સુપ

સામગ્રી 2 કપ સમારેલા ગાજર 1/2 કપ સમારેલા કાંદા 1 ટેબલસ્પૂન પીળી મગની દાળ (ધોઇને નીતારી લીધેલી) 3/4 કપ લૉ-ફેટ કપ દૂધ (99.9% ફેટ ફ્રી) મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર (સ્વાદાનુસાર) બનાવવની રીત  એક પ્રેશર કુકરમાં ગાજર, કાંદા, મગની દાળ અને 1/4 કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા […]

Food Lifestyle
UUU આ રીતે તમે પણ બનાવી શકો છો ગાજરનો સુપ

સામગ્રી

2 કપ સમારેલા ગાજર
1/2 કપ સમારેલા કાંદા
1 ટેબલસ્પૂન પીળી મગની દાળ (ધોઇને નીતારી લીધેલી)
3/4 કપ લૉ-ફેટ કપ દૂધ (99.9% ફેટ ફ્રી)
મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર (સ્વાદાનુસાર)

બનાવવની રીત 

એક પ્રેશર કુકરમાં ગાજર, કાંદા, મગની દાળ અને 1/4 કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી મિશ્રણને કાઢીને ઠંડું થવા બાજુ પર રાખો.

જ્યારે મિશ્રણ ઠંડું થાય, ત્યારે તેને મિક્સરની જારમાં મૂકી સુંવાળી પ્યુરી તૈયાર કરો. હવે આ પ્યુરીને એક નોન-સ્ટીક પેનમાં રેડી, તેમાં દૂધ, 1/2 કપ પાણી, મીઠું અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

ગરમ ગરમ પીરસો.