Not Set/ કીમોથેરાપીનો ઉપયોગ કરવાથી આંખ પર થઇ શકે છે ગંભીર અસર

કેંસરના રોગથી બચવા માટે કીમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવનાર સામાન્ય કીમોથેરાપી ટોક્સિન્સ બાળપણમાં કેન્સરની બીમારીને તો બરાબર કરી દે છે, પરંતુ બાળકોની આંખ પર તેની ગંભીર અસર પડે છે. સ્વીડનની લ્યુન્ડ યુનિવર્સિટીમાં કરવામાં આવેલ સંશોધનના સંશોધનકર્તા એન્ડર્સ ફ્રેંસને કહ્યું કે, કેટલાક એવા દર્દી છે, જે પોતાની આંખોને સરળતાથી ચારેય બાજુ નથી ફરાવી […]

Health & Fitness Lifestyle
still કીમોથેરાપીનો ઉપયોગ કરવાથી આંખ પર થઇ શકે છે ગંભીર અસર

કેંસરના રોગથી બચવા માટે કીમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવનાર સામાન્ય કીમોથેરાપી ટોક્સિન્સ બાળપણમાં કેન્સરની બીમારીને તો બરાબર કરી દે છે, પરંતુ બાળકોની આંખ પર તેની ગંભીર અસર પડે છે. સ્વીડનની લ્યુન્ડ યુનિવર્સિટીમાં કરવામાં આવેલ સંશોધનના સંશોધનકર્તા એન્ડર્સ ફ્રેંસને કહ્યું કે, કેટલાક એવા દર્દી છે,

જે પોતાની આંખોને સરળતાથી ચારેય બાજુ નથી ફરાવી શક્તા. ફ્રેંસને જણાવ્યું કે, આંખોની અસ્થિરતા પર પ્રભાવ પડતા આંખો કોઈપણ પ્રકારની વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા પર મુશ્કેલીનો અનુભવ કરે છે.  જેનાથી દર્દીઓને માથાનો દુઃખાવો અને ચક્કર આવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ સંશોધનમાં 20 થી 30 વર્ષની વયના 23 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત સંશોધનકર્તાઓએ એવા લોકોને સામેલ કર્યા જેમને બાળપણમાં કેન્સરની બીમારી લાગુ પડી હતી.આ તમામની સરખામણી એક જ જેવી ઉંમરના આશરે ૨૫ સ્વસ્થ લોકોથી કરવામાં આવી. સંશોધન દરમિયાન  જાણવા મળ્યું કે, બાળપણમાં જે દર્દીઓને કેન્સરની બીમારી હતી,

તેમનામાં વધુ પ્રતિસ્પર્ધકોમાં આ જાવા મળ્યું. સંશોધનમાં જાણવા મળ્યું કે, જે પ્રતિસ્પર્ધકોને સિસ્પ્લેટિન, મીથોટ્રિક્સેટ અને ઈફોસફેમીડ જેવા કીમોના પ્રકાર આપવામાં આવ્યા હતા, તેમનામાં બ્લડ બ્રેન બેરીયરના લક્ષણ જાવા મળ્યા, જે ત્યારબાદ નર્વસ સિસ્ટમને નુકશાન પહોંચાડે છે. સંશોધનમાં જણાવ્યા મુજબ, નાની ઉંમરના રોગીઓમાં કેન્સરનો ઉપચારની ઘણી ખરાબ અસર પડે છે.