Not Set/ World Happiness Day : નાની નાની બાબતોમાંથી કેવી રીતે ખુશી ગોતશો..

આજે વિશ્વ ચકલી દિવસ તો છે જ પણ સાથે જ વર્લ્ડ હેપીનેસ ડે પણ છે. શરીરમાં ઘણા પ્રકારના હોર્મોન્સ અને કેમિકલ જયારે મળે છે ત્યારે ખુશીનો ઉદ્ભવ થાય છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને ‘ ફેઝ ઓફ કેમિકલ ટ્રાન્સમિશન ‘ કહેવાય છે. જીવનમાં ખુશીનું ખબ મહત્વ છે. ખુશી આપણને મોટા કામથી જ નહી  પણ ઘણી વખત નાના […]

Lifestyle
happy World Happiness Day : નાની નાની બાબતોમાંથી કેવી રીતે ખુશી ગોતશો..

આજે વિશ્વ ચકલી દિવસ તો છે જ પણ સાથે જ વર્લ્ડ હેપીનેસ ડે પણ છે. શરીરમાં ઘણા પ્રકારના હોર્મોન્સ અને કેમિકલ જયારે મળે છે ત્યારે ખુશીનો ઉદ્ભવ થાય છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને ‘ ફેઝ ઓફ કેમિકલ ટ્રાન્સમિશન ‘ કહેવાય છે. જીવનમાં ખુશીનું ખબ મહત્વ છે. ખુશી આપણને મોટા કામથી જ નહી  પણ ઘણી વખત નાના નાના કામ કરવાથી પણ મળે છે.

આજે અમે તમને અમુક ટીપ્સ આપીશું જીવનમાં ખુશ રહેવાની :

કુદરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા રહો

Image result for happy people

સવારમાં ઉગતો સૂર્યને જોવો જેનાથી સકારત્મક ઉર્જા મળે છે. સવારના પહોરમાં પક્ષીઓનો કલરવ અને તમારી આજુબાજુની પ્રકૃતિને મહેસુસ કરો. આમ કરવાથી પોઝીટીવ એનર્જી ઉત્પન્ન થાય છે. સવારનું પ્રકૃતિના વાતાવરણમાં આંખ બન્ધ કરીને તમારા હ્રદય પર ધ્યાન આપો આમ કરવાથી તમારો આખો દિવસ આનંદમય રહેશે.

બીજાનું વિચાર્યા વગર તમારી ગમતી વસ્તુ કરો

Image result for happy people

તમને જે કરવામાં આનંદ મળતો હોય તે કરો તેમાં પછી બીજાનું ના વિચારો કે લોકો શું કહેશે. જો તમને ગીતો સાંભળવાનો, ડાન્સ કરવાનો કે ખાવાનો શોખ હોય તો તે કરો. બાળક સાથે રમતી વખતે તમે ભલે તેમનાથી મોટા હોવ પણ એક બાળક બનીને રમો. આમ કરવાથી તે હોર્મોન્સ રીલીઝ થશે કે જે ખુશી આપે છે.

બીજાની તકલીફને સમજો

Image result for happy people with sad people

અત્યારનો માણસ પોતાની જ એટલી બધી તકલીફથી વીંટળાયેલો છે કે બીજાનું દુઃખ સમજવા માટે તેના માટે સમય જ નથી. જો ક્યારેક સમય મળે તો બીજાની તકલીફને પોતાની સમજવી જોઈએ. ભલે તમે વધારે નહિ પરંતુ થોડો સમય તો દુખી લોકોને આપી શકો છો. સામેવળી વ્યક્તિને એવું લાગવું જોઈએ કે ના હું આ  દુઃખમાં એકલો નથી બીજું કોઈક પણ મારા સાથે છે. આમ કરવાથી જીવનમાં ખુબ પોઝીટીવીટી આવે છે .

બીજાના વખાણ કરો

Image result for praise people

રોજ કોઈના કોઈ ટેકનીક અપનાવીને બીજાના વખાણ કરો. જો તમે આવું કરશો તો તમારો અને સામેવાળા વ્યક્તિ બંનેનો દિવસ સારો જશે. પરંતુ ધ્યાન રાખજો કે આ વખાણ કોઈ બનાવટી નહિ પણ સાચા હોવા જોઈએ. બીજાના વખાણ કરવાથી સંબંધોમાં મધુરતા આવી જાય છે.

આસપાસનું વાતાવરણ પોઝીટીવ બનાવો

Image result for happy people

તમારી આજુબાજુનું વાતાવરણ એવું પોઝીટીવ બનાવો કે લોકો તમારી જોડે આવવા માટે બહાનું ગોતે. સામે વાળા વ્યક્તિની ઈજ્જત કરવાથી આવું વાતાવરણ આપોઆપ બની જશે. જો તમે આવું કરશો તો સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને જેનાથી તમે માનસિક રીતે પણ મજબુત બનશો.

ઈર્ષાથી દૂર રહો 

Image result for happy people

 

જો કોઈ તમારી ઉપેક્ષા કરે છે તો તેને પોઝીટીવ રીતે લો. ક્યારેક ઘણા લોકોને તમે પસંદ ના હોવ પણ તેનાથી શું થવાનું છે બીજા ઘણા એવા વ્યક્તિ છે કે જેને તમે પસંદ છો. તમારે તેવા લોકો વિશે વિચારવું જોઈએ. જીવનના હર એક તબક્કે બદલાવ જરૂરી છે આમ કરવાથી તમે માનસિક તણાવમાંથી દૂર રહેશો અને સ્વસ્થ રહેશો.

તો ચાલો જીવનમાંથી દુઃખને બાય બાય કહીને સુખનું વેલકમ કરીએ.