Gujarat Weather:હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ અને ઝાપટા પડી શકે છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ થશે, અને પવનની દિશામાં ફેરફાર થવાથી તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધુમ્મસ છવાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યમાં હળવો વરસાદ (Rain) પડી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં (Ahmedabad) મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ગઈકાલે રાજ્યમાં 19 મીમી વરસાદ નોંધાયો હતો. આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો વધારો થશે. ગુજરાતમાં પ્રતિકૂળ હવામાનની અસર ઓછી થઈ ગઈ છે, જેના કારણે માછીમારો દરિયામાં પાછા ફરી શકે છે. રાજ્ય સરકાર માછીમારોને દરિયામાં જવા માટે ટોકન આપશે. સાવચેતીના પગલાં લીધા પછી, સરકાર માછીમારોને ટોકન આપશે.
ચોમાસું સામાન્ય રીતે ઓક્ટોબરમાં પાછું ખેંચાય છે. આ વર્ષે ઓક્ટોબરમાં થયેલા વરસાદે ચાર વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં 21.4 ટકા વરસાદ નોંધાયો છે. આ વખતે, 339 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ઓક્ટોબરમાં ૯૪ મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદી તંત્ર ધીમે ધીમે નબળું પડી રહ્યું છે, અને વરસાદનો દોર એક કે બે દિવસમાં સમાપ્ત થઈ શકે છે, જે તેની સાથે સુખદ ઠંડી લાવશે.
પશ્ચિમી વિક્ષેપને કારણે, ૫ નવેમ્બરે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થવાની સંભાવના છે. 5 અને 6 નવેમ્બરે પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ૫ અને ૬ નવેમ્બરે પંજાબ અને હરિયાણામાં પણ વરસાદની આગાહી છે.
આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
