Not Set/ સુરેન્દ્રનગરમાંથી દારૂ બિયરનો રૂ. 8.09 લાખનો જથ્થો ઝડપાયો

રેલ્વેના પાટા પાસે હિતેષ ઉર્ફે બોટી કનુભાઇ દલેરાના રહેણાંક મકાનના પાછળના ભાગે પ્રોહી રેઇડ દરમ્યાન ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવની વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસે શોધી કાઢયો છે

Gujarat
1 16 સુરેન્દ્રનગરમાંથી દારૂ બિયરનો રૂ. 8.09 લાખનો જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગર આંબેડકરનગર-1 હનુમાનજીના મંદિર પાસેની ગલીમા રેલ્વેના પાટા પાસે હિતેષ ઉર્ફે બોટી કનુભાઇ દલેરાના રહેણાંક મકાનના પાછળના ભાગે પ્રોહી રેઇડ દરમ્યાન ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવની વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પોલીસે શોધી કાઢયો છે.

જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાની જીલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવાની સુચના આધારે તેમજ ડીવાયએસપી એચ.પી.દોશી સુરેન્દ્રનગર ડીવી.ના માર્ગદર્શન હેઠળ તેમજ સી.પી.આઇ. સુ.નગરનાઓની સુચનાથી પો.સ.ઇ. એસ.બી.સોલંકી, એ.એસ.આઇ. સરદારસિંહ ઘનશ્યામસિંહ, પો.હેડ કોન્સ.મહિપતસિંહ હેમુભા તથા અજીતસિંહ નાગજીભાઇ તથા પો.કોન્સ. ગીરીરાજસિંહ વખતસિંહ તથા રાજુભાઇ લાલજીભાઇ તથા રાજુભાઇ જીવણભાઇ તથા કિશનભાઇ ભવાનભાઇ તથા અશ્વિનભાઇ ભીખાભાઇ તથા વુમન પો.કોન્સ. હિનાબેન દેવજીભાઇ વિગેરે સ્ટાફના માણસો પો.સ્ટે. હાજર હતા.

દરમ્યાન પો.સ.ઇ. એસ.બી.સોલંકીને ખાનગી બાતમી મળેલી હકીકત આધારે સુરેન્દ્રનગર આંબેડકરનગર-1 હનુમાનજીના મંદિર પાસેની ગલીમા રેલ્વેના પાટા પાસે હિતેષ ઉર્ફે બોટી કનુભાઇ દુલેરાના રહેણાંક મકાનના પાછળના ભાગે હીતેષ ઉર્ફે બોટી કનુભાઇ દુલેરા તથા રવિ કનુભાઇ દુલેરા ( રહે. બંને રાજ હોટલ પાછળ આંબેડકરનગર-1, રેલ્વેના પાટા પાસે, સુરેન્દ્રનગર )વાળાઓ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનના પાછલા દરવાજાની પાસેની ચોકડીમાં તથા બોલેરો પીકઅપ ગાડીમા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેમા અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-816 જેની કિ.રૂ. 2,44,800/- તથા બીયર ટીન નંગ-648 કિ.રૂ.64,800/- મળી કુલ કિ.રૂ. 3,09,600/- તથા બોલેરો પીકઅપ ગાડીની કિ.રૂ.5,00,000/- મળી કુલ કિ.રૂ. 8,09,600/નો મુદામાલ રાખી બન્ને આરોપી તથા બોલેરો પીકઅપ ગાડીનો ચાલક તથા બીજા બે અજાણ્યા ઇસમો નાશી જઇ મજકુર ઇસમ વિરૂધ્ધ પ્રોહી એકટ કલમ 65એઇ, 116બી, 81, 98(2), મુજબ ગુન્હો રજી કરવામાં આવી છે. અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.