Not Set/ બજેટ Live : 1.83 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ , જાણો શું થઇ જાહેરાતો..

  વિધાનસભા ની ચૂંટણી બાદ રૂપાણી સરકારનું પ્રથમ નાણાકીય બજેટ મંગળવારે ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નીતિન પટેલ વર્ષ 2018-2019 નું અંદાજપત્ર રજુ કર્યું હતું. નીતિન પટેલએ ૧.૮૩ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજુ કર્યું હતું. ગુજરાતમાં પાતળી બહુમતીથી જીતેલી ભાજપ સરકારનું જીએસટી બાદ આ પ્રથમ અંદાજ પત્ર છે. બજેટ રજુ થયા પછી કોંગ્રેસના વિપક્ષના સભ્યોએ […]

Top Stories
budget 220217 mainpr બજેટ Live : 1.83 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ , જાણો શું થઇ જાહેરાતો..

 

વિધાનસભા ની ચૂંટણી બાદ રૂપાણી સરકારનું પ્રથમ નાણાકીય બજેટ મંગળવારે ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નીતિન પટેલ વર્ષ 2018-2019 નું અંદાજપત્ર રજુ કર્યું હતું. નીતિન પટેલએ ૧.૮૩ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજુ કર્યું હતું. ગુજરાતમાં પાતળી બહુમતીથી જીતેલી ભાજપ સરકારનું જીએસટી બાદ આ પ્રથમ અંદાજ પત્ર છે.

બજેટ રજુ થયા પછી કોંગ્રેસના વિપક્ષના સભ્યોએ ભારે હોબાળો કર્યો હતો. વિધાનસભા ગૃહમાં વિપક્ષ દ્વારા હોબાળો  થયો છે. કોંગ્રેસના MLA હર્ષદ રીબડીયાને બહાર કાઢી મુક્યા હતા.

તો બીજી બાજુ ગુજરાત માટે આજે મહત્વપૂર્ણ દિવસ છે તેમ છતાં વિધાનસભાની અંદર અને બહાર અપૂરતી વ્યવસ્થાને લીધે તમામ પત્રકારો સંકુલની બહાર નીકળી ગયા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સંકુલમાં માત્ર ૧૦ સીટ જેટલી જ જગ્યા રાખવામાં આવી છે. આમ અપૂરતી વ્યવસ્થાને લીધે તમામ પત્રકારે સંકુલમાંથી બહાર નીકળીને તેનો બહિષ્કાર કર્યો છે.

 

નીતિનભાઈએ રજુ  કરેલા અંદાજ પત્રની અહી હાઈલાઈટસ આપવામાં આવી છે.

  • મહેસુલી પુરાંત વધીને ૫,૯૪૭ કરોડ થઇ
  • કૃષિ યુનિવર્સીટી પ્રવૃત્તિઓ માટે ૭૦૨ કરોડની જોગવાઈ કરાઈ
  • ૨૯ હજાર ખેડૂતોને ટ્રેક્ટરમાં સહાય અપાશે
  •  કીડની, લિવર-પેન્ક્રિયાસની સારવાર માટે 5 લાખ સુધીની સહાય
  • છ શહેરો સ્માર્ટ મિશન સીટી માટે 597 કરોડ
  •  શહેરી આવાસ યોજના માટે1189 કરોડ રૂપિયાની જોગવાઈ
  • કૃષિ મહોત્સવ માટે ૩૦ કરોડની જોગવાઈ
  • ખેડૂતોને યોગ્ય ખાતર મળી રહે તે માટે સાડા ૨૮ કરોડની જોગવાઈ
  • ભારતીય તબીબી હોમિયોપેથિક પધ્ધતિના વિકાસ માટે 315 કરોડ
  • સોરઉર્જા પંપ આપવા 127 કરોડ
  • મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના માટે 25 કરોડની જોગવાઈ
  • આગામી વર્ષમાં સરકારના વિવિધ ભાગોમાં અંદાજે 30,000 નવી ભરતી કરવામાં આવશે.
  • હાઈસ્પીડ ડીઝલ ઓઈલ પર વેરા થશે માફ
  • શાકભાજીના સારા ભાવ મળી રહે તે માટે એક ફેડરેશન માટે ૩૦ કરોડની જોગવાઈ
  • મધએ નાના ખેડૂતો પણ ઉત્પાદન કી શકે તે માટે ૨૦૦૦ ખેડૂતોને સહાય
  • 22 નવા ધનવંતરી આરોગ્ય રથ માટે 18 કરોડ
  • આશા બહેનોને પ્રોત્સાહિત કરવા 242 કરોડ
  • ગંભીર રોગની સારવારની હોસ્પિટલ સુવિધા માટે 160 કરોડ
  • તબીબી સેવાઓ માટે 866 કરોડ
  • 108ની નવી 100 એમ્બ્યુલન્સ માટે 22 કરોડ
  • પાકના રક્ષણ માટે કે તૈયાર થયેલો પાકનું નુકશાન અટકાવવા,આથી કાંટાની વાળ બનાવવી તે માટે ખેડૂતોને આ વખતે ૨૦૦ કરોડ સહાય કરી છે
  • ૩૦ કરોડ રૂપિયા પશુપાલકોને સાધન સામગ્રી માટે અપાશે
  • અબોલા જીવ માટે પણ અમે કાળજી રાખીએ છીએ : નીતિનભાઈ પટેલ
  • ડીપ્લોમાં ધારકને માસિક ૨૦૦૦ની સહાય
  • અન્યોને માસિક રૂપિયા ૧૫૦૦ આપવામાં આવશે
  • ગારમેન્ટ કામદારોને માસિક ૩૨૦૦ રૂપિયાની સહાય
  • ગારમેન્ટ ક્ષેત્રે મહિલા કામદારોને ૪૦૦૦નું વેતન
  • સાડા ત્રણ લાખ યુવાનોને રોજગારી મળશે
  • ૪ લાખ યુવાનોને રોજગાર ભરતી મેળાથી રોજગારી
  • અન્ન ત્રિવેણી યોજના હેઠળ અનાજ પુરું પાડવા 68 કરોડ રૂપિયાની જોગવાઈ
  • દૂધ સંજીવની યોજના માટે રૂ 377 કરોડ રૂપિયાની જોગવાઈ
  • કન્યાઓને નિવાસી વ્યવસ્થા માટે 69 કરોડ રૂપિયાની જોગવાઈ
  • સ્કીમ ફોર એમ્પાર્મેન્ટ ઓફ એડોલેશન્ટ ગર્લ્સ અને કિશોરી શક્તિ યોજના માટે 314 કરોડ
  • કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૭૮૫ કરોડની જોગવાઈ : જે યુવાનો અને યુવતી હોટલો હોસ્પિટલ ખાન ઉદ્યોગ જેવા વ્યાપક
  • એન્જીનીયરીંગ વિદ્યાર્થી કોઈ પણ કારખાનામાં જોડાશે તો તેને દર મહીને ૩૦૦૦ રૂપિયા, ડીપ્લોમાં કરેલ વિદ્યાર્થીને ૨૦૦૦ રૂપિયા , અને તેનાથી ઓછુ ભણેલા માટે ૧૫૦૦ રૂપિયા આપવામાં આવશે : તેના માટે ૨૭૨ કરોડની જોગવાઈ
  • ગણવેશ માટે ૩૫ કરોડ રૂપિયાની જોગવાઈ
  • મહિલા-બાળ વિકાસ માટે ૩૦૮૦ કરોડ રૂપિયાની જોગવાઈ
  • આંગણવાડીમાં બાળકોને ૨ જોડી ગણવેશ અપાશે
  • સૌની યોજના બીજા ફેઝ માટે ૧૭૬૫ કરોડ રૂપિયાની જોગવાઈ
  • સૌરાષ્ટ્ર : ૩.૭૩ લાખ એકરમાં સિંચાઈ સુવિધા
  • સુજલામ સુફલામ યોજના માટે ૧૦૭૪ કરોડ રૂપિયાની યોજના
  • ખેડૂતોને ઝીરો ટકાના વ્યાજે પાક ધિરાણ મળે તે માટે ૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ
  • કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૬૭૫૫ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ટેક્સની આવકમાં ૨૦.૯૨ %, ઘર ગથ્થુ ઉત્પાદનમાં ૧૩ %નો વધારો
  • અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલના નવા મકાન માટે ૧૦ કરોડ રૂપિયાની જોગવાઈ
  • યુવા સ્વાવલંબન યોજના માટે ૯૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ
  • મુખ્યમંત્રી ગ્રામોદય યોજના માટે 60 કરોડ
  • ખાદીના ઉત્પાદનમાં સહાયક બનવા માટે ૩૫ કરોડ રૂપિયાની જોગવાઈ
  • પશુ પાલન ડેરી વિકાસ માટે બે નવી વેટરનરી કોલેજ માટે 23 કરોડ રૂપિયાની જોગવાઈ
  • સહકાર ક્ષેત્રે કોર બેન્કીગ માટે 70 કરોડ, કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ
  • નર્મદા-તાપી જિલ્લાના 2.75 લાખ લોકોને લાભ આપતી 308 કરોડની ઉકાઇ જળાશય આધારિત સાગબારા ડેડીયાપાડા જૂથ પાણી પુરવઠા યોજના 
  • મહિસાગર જિલ્લાના 27 ગામોના 50 હજાર લોકો માટે 45.91 કરોડની સરસડી વચ્છલા ડુંગર જૂથ પાણી પુરવઠા યોજના
  • છોટઉદેપુરના 57.32 કરોડની નર્મદા મુખ્ય નહેરની ભીલોડિયા બ્રાન્ચ કેનાલ આધારિત સંખેડા પાવી-જેતપુર જૂથ પાણી પુરવઠા યોજના
  • વસલાડ જિલ્લાના 174 ગામોની 3.20 લાખ લોકોને લાભ આપતી 586 કરોડની મધુબન જળાશય આધારિત અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના
  • કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવા માટે 15.50 કરોડની જોગવાઇ
  • જળાશયોના હયાત કેનાલ માળખાના સુદ્રઠીકરણ માટે 380 કરોડની જોગવાઇ
  • કલ્પસર યોજનામા ખારાશ અટકાવવા 110 કરોડ
  • કૃષિ યાંત્રિકીકરણ માટે 295 કરોડ અને કૃષિ વિકાસ માટે 395 કરોડ રૂપિયાની જોગવાઈ
  • પ્રાથમિક શાળાઓના નવા ઓરડા માટે ૬૭૩ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ૩૭૭ કરોડ રૂપિયા કુપોષણ સામે લાડવા માટે ફાળવ્યા
  • મોઢેરામાં સૂર્ય શક્તિથી આખું શહેર ચાલે તે માટે ૨૨ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ધોળાવીરા શહેરને વિકસાવવા ૭ કરોડ રૂપિયાની જોગવાઈ
  • રુકમણી મંદિર જેવા પ્રખ્યાત સ્થળો માટે ૫ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ભગવાન સોમનાથના મંદિર માટે ૫ કરોડ રૂપિયાની જોગવાઈ
  • યાત્રા ધામ ગીરનાર મંદિરમાં જુના ૧૦,૦૦૦ પગથીયા થશે નવા અને સારી રીતે પર્યટકો ચડી શકે તેના માટે ૨૦ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ૨૦૨૦ માં શિવરાત્રી કુંભમેળો કરીશું : નીતિનભાઈ પટેલ
  • વીજળી માટે ૮૫૦૦ કરોડરૂપિયા ઉર્જાવિભાગને  ફાળવ્યા
  • વીજ ઉત્પાદનમાં સોલાર સીસ્ટમની નવી યોજના માટે ૨૨૦ કરોડ રૂપિયાની જોગવાઈ
  • સૌરાષ્ટ્ર -કરછના દૂધ ઉત્પાદકોને ૩૬ કરોડ રૂપિયાની જોગવાઈ
  • દિગ્જામ સર્કલથી એરફોર્સ ફ્લાયઓવર માટે ૧૫ કરોડ રૂપિયાની જોગવાઈ
  • બનાસકાંઠા જીલ્લા માટે પાઈપ લાઈન નાખવા માટે ૬ કરોડ રૂપિયાની જોગવાઈ
  • હયાત કેનાલોના રીપેરીંગ માટે ૩૮૦ કરોડ રૂપિયાની જોગવાઈ
  • અનુસુચિત જાતિના ખેડૂતોને  સહાય આપવા ૧૦ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ટપક સિંચાઈ માટે ૭૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ
  • જામનગરના વિકાસ માટે ૪૫ કરોડ રૂપિયાની જોગવાઈ
  • પાણી પુરવઠો  માટે ૩૩૧૧ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ભાવનગરના વિકાસ માટે ૩૫ કરોડ રૂપિયાની જોગવાઈ
  • વલસાડ જીલ્લામાં ૫૮૬ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ગુજરાતના તમામ ગામડાને પાણી અપાશે : નીતિનભાઈ પટેલ
  • ગાંધીગ્રામ રેલ્વે એન્ડ પાસ માટે ૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ
  • સુરતના વિકાસ માટે ૧૮૦ કરોડ રૂપિયાની જોગવાઈ
  • શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ માટે ૧૨,૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ
  • પીરાણા ના ડમ્પિંગ સાઈટ પર બાયોમાઈનિંગ પ્રોજેક્ટ ચાલુ કરાશે
  • બાયોમાઈનિંગ પ્રોજેક્ટ માટે ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ૭૦૯ કરોડ રૂપિયાની જોગવાઈ  સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ ખર્ચાશે
  • શહેરોમાં ટ્રાફિક કંટ્રોલ  માટે ૨૯૧૨ કરોડ રૂપિયાની જોગવાઈ
  • રસ્તાઓ -પુલ બનાવવા માટે ૧૩૪૬ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ૯૯ રસ્તાઓનું ૧૨૦૧ કિમી ફોરલેનનું કામ  પ્રગતિમાં
  • ઊંચા પુલના બાંધકામો માટે ૨૩૫ કરોડ રૂપિયાની જોગવાઈ
  • મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે ૫૯૨ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ગરીબોને મકાન સસ્તા ભાવ પર મળી રહે તે માટે ૧૧૮૯ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ખૂટતી કળી , નાળાના બાંધકામ માટે ૨૩૦ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ૭ વર્ષથી જે રસ્તા રીસરફેસ નથી થયા તેવા રસ્તાઓ માટે ૪૧૨ કરોડ રૂપિયાની જોગવાઈ
  • રાજ્યમાં હયાત પુલોને પહોળા કરવા માટે પણ કામગીરી કરીશું : નીતિનભાઈ પટેલ
  • સરહદ ત્રણ જીલ્લા માટે ૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ
  • સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ માટે ૩૬૪૧ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ૪ નવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન માટે ૧ કરોડ રૂપિયાની જોગવાઈ
  • પોલીસના મકાનો માટે ૩૬૦ કરોડ રૂપિયાની જોગવાઈ
  • સીસીટીવી કેમેરા ની સુવિધા વિકસાવવા ૧૦૨ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ટ્રાફિક પોલીસમાં  ૩૩ % મહિલાઓ લેવામાં આવશે
  • ટ્રાફિક સ્વયં સેવકોની સંખ્યા ૧૦ હજાર થશે : નીતિનભાઈ પટેલ
  • ઈ – લાયબ્રેરી માટે ૩ કરોડ રૂપિયાની જોગવાઈ
  • ગટર સફાઈ કરનાર કામદારોને યોગ્ય સાધન અપાશે : નીતિનભાઈ પટેલ
  • મત્સ્યઉદ્યોગમાં વેરા માફી માટે ૧૦૨ કરોડની જોગવાઈ
  • આગણવાડી મકાન તથા અન્ય મકાનો માટે 84 કરોડ રૂપિયાની જોગવાઈ
  • તમામ આગણવાડી કેન્દ્રોમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓને પોષણક્ષમ આહાર માટે 997 કરોડ