Not Set/ LIVE UPDATE : બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે ભારતના 90 ઓવરમાં 3 વિકેટે 344 રન

કોલંબોઃ પ્રવાસી ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ થયો છે. ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની બીજી મેચમાં ભારતીય ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સિંઘલી સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર રમાઈ રહેલી બીજી મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતવાની સાથે ટીમમાં ફેરફાર કર્યો છે. પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં […]

Sports
colombo 2nd test ind vs sri LIVE UPDATE : બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે ભારતના 90 ઓવરમાં 3 વિકેટે 344 રન

કોલંબોઃ પ્રવાસી ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ થયો છે. ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની બીજી મેચમાં ભારતીય ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સિંઘલી સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર રમાઈ રહેલી બીજી મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતવાની સાથે ટીમમાં ફેરફાર કર્યો છે. પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં નિષ્ફળ રહેનાર, પરંતુ બીજી ઇનિંગ્સમાં ૮૧ રનની શાનદાર ઇનિંગ્સ રમનાર ઓપનિંગ બેટ્સમેન અભિનવ મુકુંદને બહાર બેસવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ ટેસ્ટ શરૂ થતાં પહેલાં જ કે. એલ. રાહુલ તાવમાં પટકાયો હતો અને પ્રથમ ટેસ્ટમાં રમી શક્યો નહોતો.

પ્રથમ ટેસ્ટ ૩૦૪ રને જીતી લઈને ભારતે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી છે. આજથી શરૂ થયેલી બીજી ટેસ્ટ જીતી લઈને ભારત શ્રેણી સીલ કરવા મેદાનમાં ઊતર્યું છે. ભારત તરફથી ઇનિંગ્સની શરૂઆત કે. એલ. રાહુલ અને શિખર ધવને કરી હતી.

ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ
ભારતીય ટીમની પ્રથમ ઇનિંગની શરૂઆત સારી રહી હતી. ભારતીય ટીમે 3 વિકટે 90 ઓવરમાં 344 રન બનાવી લીધા છે. ભારત તરફથી પ્રથમ ટેસ્ટમાં શાનદાર 195 રન ફટકારનાર શિખર ધવન 37 બોલમાં 35 રન, લોકેશ રાહુલ 82 બોલમાં 57 રન, વિરાટ કોહલી 29 બોલમાં 13 રન બનાવી આઉટ થઈ ગયેલ છે. જયારે ભારત તરફથી ચેતેશ્વર પુજારા 128 અને રહાણે 103 બનાવી રમતમાં છે.

શ્રીલંકાની ટીમમાં ત્રણ ફેરફાર જોવા મળ્યા છે. જયારે દિનેશ ચાંદીમલ, પુષ્પકુમારા અને ડીસિલ્વાને ટીમમાં જગ્યા મળી છે. પ્રથમ મેચમાં નુવાન પ્રદીપે સારી બેટિંગ કરી હતી. તે આ મેચમાં પણ શ્રીલંકાની આશાઓ પર ખરા ઉતરશે. તેની સાથે જ ટીમમાં સૌથી અનુભવી સ્પિનર રંગના હેરાથ પર ટીમની બોલિંગની મોટી જવાબદારી છે

શ્રીલંકા ટીમની બોલિંગ 

શ્રીલંકા ટીમ તરફથી રંગાના હેરાથ અને દિલરુવાન પરેરાએ 1-1 વિકેટ મેળવી હતી.

ભારતીય ટીમ (પ્લેઇંગ ઇલેવન): શિખર ધવન, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી(કપ્તાન), અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા,(વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, મહમ્મદ શમી

શ્રીલંકા ટીમ (પ્લેઇંગ ઇલેવન): દિમૂથ કરુણારત્ને, ઉપુલ થરંગા, કુસલ મેંડિસ, ધનંજય ડીસિલ્વા, દિનેશ ચાંડીમલ(કપ્તાન), એન્જેલો મેથ્યૂઝ, નિરોશન ડિક્વેલા(વિકેટ કીપર), રંગના હેરાથ, દિલરુવાન પરેરા, મલિંડા પુષ્પાકુમારા, નુવાન પ્રદીપ