Not Set/ LIVE UPDATE : શ્રીલંકા પ્રથમ ઇનિંગમાં ફોલોઓન, 183 રનમાં ઓલ આઉટ

ભારત-શ્રીલંકાની વચ્ચેની 3 ટેસ્ટ મેચની સીરિઝની બીજી ટેસ્ટ મેચ એસ.એસ.સી સ્ટેડિયમ કોલંબોમાં રમાઇ રહેલી છે. ટીમ ઇન્ડિયાએ 9 વિકેટ ગુમાવીને 622 રન કરી ફર્સ્ટ ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. ટાર્ગેટ પૂરો કરવા આવેલી શ્રીલંકાની ટીમે 49.4 ઑવરમાં 183 રન પર ઑલઆઉટ થઇ ગઇ છે. શ્રીલંકા હજુ ભારતના સ્કોરથી 439 રન પાછળ હોવાથી ફોલોઓન આપ્યુ હતું. […]

Sports
ashwin 5 LIVE UPDATE : શ્રીલંકા પ્રથમ ઇનિંગમાં ફોલોઓન, 183 રનમાં ઓલ આઉટ

ભારત-શ્રીલંકાની વચ્ચેની 3 ટેસ્ટ મેચની સીરિઝની બીજી ટેસ્ટ મેચ એસ.એસ.સી સ્ટેડિયમ કોલંબોમાં રમાઇ રહેલી છે. ટીમ ઇન્ડિયાએ 9 વિકેટ ગુમાવીને 622 રન કરી ફર્સ્ટ ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. ટાર્ગેટ પૂરો કરવા આવેલી શ્રીલંકાની ટીમે 49.4 ઑવરમાં 183 રન પર ઑલઆઉટ થઇ ગઇ છે. શ્રીલંકા હજુ ભારતના સ્કોરથી 439 રન પાછળ હોવાથી ફોલોઓન આપ્યુ હતું. ભારત તરફથી આર.અશ્વિને સૌથી વધુ 5 જ્યારે રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને 2-2 સફળતા મળી હતી. 35મી ઑવરમાં ધનંજય ડિસિલ્વાને બોલ્ડ કરીને જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ખાતામાં  150 વિકેટ મેળવી લીધી છે. જાડેજા ભારતની તરફથી સૌથી ફાસ્ટ 150 વિકેટ લેનારા લેફ્ટ આર્મ સ્પિન બૉલર બની ગયો છે.

શ્રીલંકાની પ્રથમ ઇનિંગ
શ્રીલંકા ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શ્રીલંકાએ પ્રથમ ઇનિંગમાં 183 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી દીમુથ કરૂણારત્ને 45 બોલમાં 25ન, ઉપુલ થરંગા 6 બોલમાં 0 રન, કુશલ મેન્ડીસ 64 બોલમાં 24 રન, દિનેશ ચાંદીમલ 34 બોલમાં 10 રન, એન્જેલો મેથ્યુઝ 33 બોલમાં 26 રન, ડીક્વેલા 48 બોલમાં 51 રન, ધનંજ્ય ડી સિલ્વા 1 બોલમાં 0ન, દિલરૂવાન પરેરા 34 બોલમાં 25 રન, રંગના હેરાથ 5 બોલમાં 2 રન, નુવાન પ્રદીપ 6 બોલમાં 0 રન બનાવી આઉટ થઈ ગયા હતા

શ્રીલંકાની બીજી ઇનિંગ

શ્રીલંકા ટીમની શરૂઆત પ્રથમ ઇનિંગ જેમજ ખરાબ રહી હતી. શ્રીલંકાએ બીજી ઈનિંગમાં 6 ઓવરમાં 16 રન બનાવી 1 વિકેટ ગુમાવી દીધી છે. શ્રીલંકા તરફથી કુશલ મેન્ડિસ 0 અને દીમુથ કરૂણારત્ને 14 રન બનાવી રમતમાં છે. જયારે ઉપુલ થરંગા 2 રન બનાવી બોલ્ડ આઉટ થયેલ છે.

ભારત તરફથી ઉમેશ યાદવે 1 મેળવી છે.

ભારત- વિરાટ કોહલી (કપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, ચેતેશ્વર પજારા, અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રીદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, હાર્દિક પંડિયા, મોહમ્મદ શામી.

શ્રીલંકા- દીમુથ કરૂણારત્ને, ઉપુલ થરંગા, કુશલ મેન્ડિસ, દિનેશ ચાંદીમલ (કપ્ટન), એન્જેલો મેથ્યુઝ, નિરોશન ડિકવેલા, ધનંજ્ય ડી સિલ્વા, દિલરૂવાન પરેરા, રંગના હેરાથ, મલિંદા પુષ્પકુમારા, નુવાન પ્રદીપ