IPL 2021/ દિનેશ કાર્તિકને IPL આચારસંહિતાનાં ભંગ કરવા બદલ ફટકારવામાં આવ્યો દંડ

IPL 2021 ની અંતિમ મેચ 15 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું

Sports
દિનેશ કાર્તિક

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) નાં વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને બુધવારે શારજાહમાં દિલ્હી કેપિટલ્સ સામે તેની ટીમનાં ક્વોલિફાયર 2 દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આચારસંહિતાનાં ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

દિનેશ કાર્તિક

આ પણ વાંચો – Cricket / BCCI એ T20 વર્લ્ડ કપની ટીમમાં કર્યા ફેરફાર, આ ખેલાડીએ અક્ષર પટેલની જગ્યાએ ટીમમાં પ્રવેશ કર્યો

IPL નાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કાર્તિકે IPL આચારસંહિતાનાં લેવલ 1 નાં 2.2 નાં ગુનાને સ્વીકાર કર્યો અને મંજૂરીને સ્વીકાર કરી. આચારસંહિતાનાં લેવલ 1 નાં ઉલ્લંઘન માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.” દરમિયાન, KKR એ બુધવારે ક્વોલિફાયર 2 માં ઉત્સાહિત દિલ્હી કેપિટલ્સ (DC) ને હરાવ્યું. જણાવી દઇએ કે, KKR એ બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટે હરાવ્યુ હતુ. અંતિમ ઓવર સુધી ખેંચાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે શાનદાર વાપસી કરી હતી, પરંતુ રાહુલ ત્રિપાઠીએ છક્કો ફટકારી KKR ની ફાઇનલની ટિકિટ મેળવી હતી. ટીમમાં વેંકટેશ અય્યરે 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને આ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. IPL 2021 ની અંતિમ મેચ 15 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું, જ્યારે એલિમિનેટર મેચમાં KKR એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. IPL નાં પહેલા તબક્કામાં માત્ર બે જીત નોંધાવનાર KKR ટીમે બીજા તબક્કામાં 9 જીત નોંધાવી છે.

દિનેશ કાર્તિક

આ પણ વાંચો – IPL 2021 / કેપ્ટનશીપમાંથી પડતો મુકાયા બાદ વોર્નરે તોડી ચુપ્પી, SRH પર લગાવ્યા ગંભીર આરોપ

KKR ની ટીમમાં અય્યરે ઇનિંગની 12 મી ઓવરમાં પોતાનો અર્ધશતક પૂરો કરતાં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું હતું. કાગિસો રબાડાએ અય્યરની ઇનિંગનો અંત લાવ્યો હતો, જ્યારે KKR લક્ષ્યથી 40 રન દૂર હતી. દિલ્હી કેપિટલ્સ ગિલ (46), નીતીશ રાણા (13), દિનેશ કાર્તિક (0), ઇઓન મોર્ગન (0), શાકિબ અલ હસન (0) અને સુનીલ નારાયણ (0) પ્રારંભિક વિકેટ લેવામાં સફળ રહી હતા, પરંતુ અંતે, KKR જીત્યું હતુ. જો કે જે મેચ આસાનીથી KKR જીતી રહી હતી તે મેચને દિલ્હીનાં બોલરોએ શાનદાર બોલિંગનાં દમ પર રોમાંચથી ભરપૂર બનાવી દીધી હતી.