T20 WorldCup/ પાકિસ્તાનનાં આ સમર્થકે ધોની માટે કહ્યુ- Dhoni I Love You from my Heart, Video

દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરની મેચ પહેલા, તેના ફેન કાકા શિકાગો એટલે કે મોહમ્મદ બશીર ચર્ચામાં આવ્યા છે. તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે

Sports
પાકિસ્તાન ચાચા- ધોની આઇ લવ યુ

મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટ ટીમ સાથે નવી ભૂમિકામાં પરત ફર્યો છે. તે UAE માં ટીમ ઈન્ડિયાને માર્ગદર્શન આપી રહ્યો છે. આ સાથે, દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરની મેચ પહેલા, તેના ફેન કાકા શિકાગો એટલે કે મોહમ્મદ બશીર ચર્ચામાં આવ્યા છે. તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની રાષ્ટ્રીય ટીમની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ તે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો – T20 WorldCup / આ ખેલાડીઓ પહેલીવાર અનુભવ કરશે ભારત-પાકિસ્તાન મેચનું દબાણ

જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો મેદાન પર એકબીજાની સામે આવે છે ત્યારે માત્ર ખેલાડીઓ વચ્ચેની લડાઈ જોવા મળતી નથી, પરંતુ ચાહકો પણ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. ટીમની જીતમાં ચાહકોનો ટેકો કેટલો મહત્વનો છે તે કહેવાની જરૂર નથી. પરંતુ, પાકિસ્તાનનાં કેટલાક ચાહકો છે જે કેટલાક ભારતીય ખેલાડીઓ માટે ખૂબ જ પાગલ છે. આવા જ એક વૃદ્ધ ચાહક છે, જે પાકિસ્તાનનાં કાકા તરીકે પ્રખ્યાત છે, જે ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીને ખૂબ પ્રેમ કરે છે. T20 વર્લ્ડકપ 2021માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ પહેલા તેણે વીડિયો શેર કરીને માહી માટે ખાસ સંદેશ પણ મોકલ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કાકા પાકિસ્તાન માટે જીતની પ્રાર્થના કરી રહ્યા છે અને તેના નારા પણ લગાવી રહ્યા છે, પરંતુ તેની સાથે તેઓ ધોની પ્રત્યેનો પ્રેમ પણ છુપાવી શક્યા નથી. પાકિસ્તાનની જીતનાં નારા લગાવ્યા બાદ કાકાએ કહ્યું, ‘ધોની દિલ સે આઈ લવ યુ.’ માહી માટે કાકાનો આ ખાસ મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 15 ઓગસ્ટ 2020 નાં રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કર્યા પછી, ધોની એક માર્ગદર્શક તરીકે ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે. ભારતે 2007 માં ધોનીનાં નેતૃત્વમાં ફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને T20 વર્લ્ડકપ જીત્યો હતો.

T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન પાંચ વખત આમને-સામને આવી ચૂક્યા છે અને પાંચેય વખત ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. એટલે કે ઝડપી ક્રિકેટનાં વર્લ્ડકપમાં પડોશી દેશ આજ સુધી જીતી શક્યો નથી. એટલું જ નહીં, 50 ઓવરનાં વર્લ્ડકપમાં પણ ભારત-પાકિસ્તાન સાત વખત એકબીજા સામે મેદાનમાં ઉતર્યા છે અને ત્યાં પણ ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે. ભારતીય ટીમે વોર્મ-અપ મેચોમાં જોરદાર પ્રદર્શન બતાવી જણાવ્યું છે કે તે આ ટુર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારતે પહેલા ઈંગ્લેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયાને એક તરફી મેચમાં હરાવ્યું હતું.