OMG!/ લો બોલો!! લેવા ગયો હતો કોરોનાની વેક્સિન અને બની ગયો કરોડપતિ

આજકાલ લોકો નસીબ પર ભરોસો ખૂબ કરવા લાગ્યા છે. જો કે કેટલીકવાર એવું પણ બને છે કે રાતોરાત નસીબ પલટો મારી જાય છે અને આપણે રંરમાંથી અચાનક રાજા બની જઇએ છીએ.

Ajab Gajab News
11 493 લો બોલો!! લેવા ગયો હતો કોરોનાની વેક્સિન અને બની ગયો કરોડપતિ

આજકાલ લોકો નસીબ પર ભરોસો ખૂબ કરવા લાગ્યા છે. જો કે કેટલીકવાર એવું પણ બને છે કે રાતોરાત નસીબ પલટો મારી જાય છે અને આપણે રંકમાંથી અચાનક રાજા બની જઇએ છીએ. જો કે આવી ઘટનાઓ ખૂબ જ દુર્લભ છે, પરંતુ જેની પણ સાથે આ બને છે, તે પ્રખ્યાત થઇ જાય છે. હાલમાં, જે મામલો છે તે વેક્સિનની બીજી ડોઝ લગાવનારાઓનો છે.

તારીખ પે તારીખ! / એક શખ્સે ગુસ્સામાં આવીને જજને કહ્યુ- તારીખ પે તારીખ, પછી બગડ્યો મામલો

આ કિસ્સામાં જે બન્યું તે તમે માનશો નહીં. જણાવી દઇએ કે, કોવિડ-19 રસીકરણ પ્રોગ્રામ દરમ્યાન એક વ્યક્તિને મફત સ્ક્રેચ લોટરીની ટિકિટ મળી હતી અને જ્યારે તેણે તેને ખોલ્યું ત્યારે તેણે આશરે 7.4 કરોડ રૂપિયા જીતી લીધા હતા. હા, આ અમેરિકાનો મામલો છે. અહીં એક વ્યક્તિને અર્કાસસમાં ચાલી રહેલી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ દરમ્યાન નિઃશુલ્ક સ્ક્રેચ લોટરીની ટિકિટ મળી અને તે પછી તેનુ નસીબ એવુ ખુલ્યુ કે તે કરોડપતિ બની ગયો. કહેવામાં આવી રહ્યું છે કે, તેને લોટરી ટિકિટમાંથી એક મિલિયન ડોલર (લગભગ 7.4 કરોડ રૂપિયા) નો જેકપોટ ઇનામમાં મળ્યો છે. એક અહેવાલ મુજબ અર્લિંગ્ટનનાં ગેરી સ્મિથને અર્કાસસ સ્કોલરશિપ લોટરીનાં અધિકારીઓને સંપૂર્ણ માહિતી આપી હતી. તેણે કહ્યું કે, ‘હું ગયા અઠવાડિયે મારા પરિવારને મળવા ગયો હતો. અહીં મને સ્થાનિક આરોગ્ય વિભાગની ઓફિસમાં આપવામાં આવતી કોવિડ-19 રસીનો બીજો ડોઝ મળ્યો હતો. તેના બદલે, મને લોટરીની ટિકિટ મળી અને મારું નસીબ રાતોરાત ફેરવાઈ ગયું.

Interesting / આવો પ્રેમ તમે ક્યારે નહી જોયો હોય, પાલતુ કૂતરાનું મોત થતા પરિવારે બનાવી તેની પ્રતિમા

સ્મિથે વધુમાં જણાવ્યું હતું કે, ‘મને કહેવામાં આવ્યું હતું કે, વેક્સિનેશનને દેશભરમાં પ્રોત્સાહન આપવા માટે અર્કાસસ ગેમ એન્ડ ફિશ કમીશન દ્વારા $ 20 સ્ક્રેચ-ફ્રી મફત લોટરી ટિકિટ આપવામાં આવી રહી છે. આને કારણે મેં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો અને લોટરીની ટિકિટ લીધી. તે પછી, જ્યારે મેં તેને ખોલી, મેં જોયું કે મને 1 મિલિયન ડોલરની લોટરી મળી છે.’ પોતાનો મુદ્દો ચાલુ રાખતા સ્મિથે કહ્યું, ‘હું પહેલા તેનો વિશ્વાસ નહોતો કરતો, અને પછીથી મેં વિચાર્યું કે તે બધું સાવ ખોટું થોડુ હોય. મારી દાદી એ પહેલી વ્યક્તિ હતી કે, જેને મેં મારી જીત વિશે કહ્યું હતુ. આ સત્ય જાણ્યા પછી, અમે બંનેને મોટો આંચકો લાગ્યો હતો. તેણે તુરંત જ બીજી ટિકિટ મેળવવા બોલી લગાવી.