Not Set/ #LoC : પાકિસ્તાને તૈનાત કર્યા 2000 સૈનિકો, તણાવમાં વધારો કરવાની ચાલ

કાશ્મીરને લઈને તણાવ વચ્ચે પાકિસ્તાને નિયંત્રણ રેખા પર બીજી બ્રિગેડ તૈનાત કરી દીધી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં પૂંચ વિસ્તાર નજીક બાગ અને કોટલી સેક્ટરમાં બ્રિગેડ આવી પહોંચી છે. આ બ્રિગેડમાં 2000 થી વધુ સૈનિકો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિગેડનો ઉપયોગ પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી માટે કરી શકે છે. ભારતીય […]

Top Stories India
pakistan loc.jpg1 #LoC : પાકિસ્તાને તૈનાત કર્યા 2000 સૈનિકો, તણાવમાં વધારો કરવાની ચાલ

કાશ્મીરને લઈને તણાવ વચ્ચે પાકિસ્તાને નિયંત્રણ રેખા પર બીજી બ્રિગેડ તૈનાત કરી દીધી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં પૂંચ વિસ્તાર નજીક બાગ અને કોટલી સેક્ટરમાં બ્રિગેડ આવી પહોંચી છે. આ બ્રિગેડમાં 2000 થી વધુ સૈનિકો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિગેડનો ઉપયોગ પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી માટે કરી શકે છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ PoK મામલે ભારે હંગામો મચાવ્યો છે.

પાકિસ્તાની આર્મી ચીફ બાજવા (ફાઇલ ફોટો)

આ પહેલા પણ પાકિસ્તાને સર ક્રીક વિસ્તાર અને એલઓસી નજીક 100 વિશેષ દળના જવાનોને તૈનાત કર્યા હતા. પાકિસ્તાનના આ પગલાથી તેની નકારાત્મક યુક્તિઓ ફરી એકવાર સામે આવી છે, તે આ સૈનિકોનો ઉપયોગ ભારત સામે ઘુસણખોરી અને યુદ્ધવિરામ ભંગ કરવા માટે કરી શકે છે.

એલર્ટ પર ભારતીય સેના

ભારતીય સેના એલઓસી પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ લશ્કરી જમાવટ પર નજર રાખી રહી છે. તે જ સમયે, પાકિસ્તાન લશ્કરનાં આતંકવાદીઓને આ સૈન્ય નિયુક્તિઓની મદદથી ભારતીય સરહદમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી શકે છે. હાલની પરિસ્થિતિમાં પાકિસ્તાની સૈન્યની તૈનાતી ભારતીય ચોકીથી 30 કિલોમીટર દૂર હોવા છતાં, ભારતીય સૈન્ય પાકિસ્તાનના આ પગલા પર નજર રાખી રહ્યું છે.

LoC પર ભારતીય સૈનિકોની બાઝ નજર

હાલના સમયમાં લશ્કર અને જૈશ આતંકીઓ પાકિસ્તાનની આગળની ચોકી પર આવીને ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સરહદ પર ભારતીય સૈનિકોની બાઝ નજરે પાકિસ્તાનની યોજનાઓને નિષ્ફળ કરી દીધી છે. પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેનો ભારતીય સેના યોગ્ય જવાબ આપી રહી છે.

પાકિસ્તાન ઘાંઘું થયું છે

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાનનો ઘુંઘવાટ કોઈથી છુપાયેલ નથી. પાકિસ્તાન ક્યારેક પરમાણુ હુમલો કરવાની ઘોષણા કરે છે, તો ક્યારેક ઘોષણા પાછી ખેંચે છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ લોકોને કાશ્મીરની આઝાદીનાં સપોર્ટમાં શાળા-કાર્યાલય છોડવાની અને શેરીઓમાં ઉતરવાની ફરજ પાડી હતી.

પાકિસ્તાનની આ હરકતો પર રાજનાથ સિંહે આપી છે ચેતાવણી

રાજનાથ સિંહ દ્વારા વિદેશની ઘરતી પરથી જ પાકિસ્તાને કહી દેવામાં આવ્યું છે કે, ભારત કદી પહેલા હુમલો કરતું નથી, કર્યો પણ નથી, પરંતુ કરી ન શકે તવું બિલકુલ નથી. તણાવની સ્થિતિમાં ભારત બળપ્રયોગ કરવામાં કદાપી ખચકાશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.