Not Set/ #Lockdown – 4.0/ વધુ 14 દિવસ લંબાયુ લોકડાઉન, જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

કેન્દ્ર સરકારે રવિવારે દેશમાં લોકડાઉન 31 મે સુધી લંબાવાની જાહેરાત કરી હતી. રાજ્યોને ચોથા તબક્કામાં વધુ અધિકાર આપવામાં આવ્યા છે. રાજ્યો ગ્રીન, ઓરેન્જ, રેડ ઝોન સાથે બફર અને કન્ટેનમેન્ટ ઝોનને નક્કી કરવામાં સક્ષમ હશે. રાજ્યો કન્ટેનમેન્ટ ઝોન સિવાય અન્ય વિસ્તારોમાં નોન-સ્ટોપ પ્રવૃત્તિઓ અને દુકાનોને મંજૂરી આપી શકશે. રવિવારે લોકડાઉનને આવતા 14 દિવસ સુધી લંબાવી દેવામાં […]

India
f59996e73134c24cf500844f94406e87 1 #Lockdown - 4.0/ વધુ 14 દિવસ લંબાયુ લોકડાઉન, જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

કેન્દ્ર સરકારે રવિવારે દેશમાં લોકડાઉન 31 મે સુધી લંબાવાની જાહેરાત કરી હતી. રાજ્યોને ચોથા તબક્કામાં વધુ અધિકાર આપવામાં આવ્યા છે. રાજ્યો ગ્રીન, ઓરેન્જ, રેડ ઝોન સાથે બફર અને કન્ટેનમેન્ટ ઝોનને નક્કી કરવામાં સક્ષમ હશે. રાજ્યો કન્ટેનમેન્ટ ઝોન સિવાય અન્ય વિસ્તારોમાં નોન-સ્ટોપ પ્રવૃત્તિઓ અને દુકાનોને મંજૂરી આપી શકશે.

રવિવારે લોકડાઉનને આવતા 14 દિવસ સુધી લંબાવી દેવામાં આવ્યુ છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર રાજ્યો દુકાનો, બજારો અને વેપારી સ્થળોએ કામ માટે અલગ અલગ સમય નક્કી કરી શકશે. કન્ટેનમેન્ટ ઝોનમાં જરૂરી સેવાઓની મંજૂરી આપવામાં આવશે. રાત્રિથી સવારનાં સાત વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધ રહેશે. લગ્નનાં કાર્યક્રમો વિશે એવું કહેવામાં આવે છે કે કોઈ પ્રતિબંધ નથી, પરંતુ 50 થી વધુ લોકો લગ્ન સમારોહમાં ભાગ લઈ શકશે નહી. વળી 20 થી વધુ લોકો અંતિમવિધિમાં ભાગ લઈ શકશે નહીં. લગ્ન અને અંતિમ સંસ્કારને લઈને લોકડાઉન 3 નો નિયમ ચાલુ રાખવામાં આવ્યો છે.

આ ખુલશે

બસ, પેસેન્જર ટ્રેન દ્વારા આંતરરાજ્ય ટ્રિપ્સ. જો કે, રાજ્યોની મંજૂરી પણ જરૂરી છે. સરકારો રાજ્યની અંદર બસ સેવાઓ શરૂ કરી શકે છે. આ સિવાય દર્શન વિના સ્ટેડિયમ ખુલશે. વળી બસ ડેપો પર કેન્ટિન અને રેલ્વે સ્ટેશન ખુલશે. આપને જણાવી દઇએ કે, કન્ટેન્ટ ઝોનની બહાર બાર્બર શોપ, સલૂન, સ્પા ખોલી શકાય છે. શોપિંગ મોલ ઉપરાંત જુદા જુદા સમયે દુકાનો ખુલશે. વળી રેસ્ટોરન્ટને રસોડું ખોલવાની મંજૂરી છે. આનાથી લોકો ઘરે ભોજન મંગાવી શકશે. વળી માલ ઓનલાઇન મંગાવવાની છૂટ મળશે.

આ રહેશે બંધ

તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. મેટ્રો અને સામાન્ય રેલ્વે સેવાઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે. 65 વર્ષથી વધુ વયનાં, ગંભીર બીમારીથી પીડાતા, સગર્ભા, દસ વર્ષથી નીચેનાં બાળકો ઘરોમાં જ રહેશે. સિનેમા હોલ, હોટલ, રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પુલ, મોલ્સ, જીમ, મનોરંજન પાર્ક, બાર, શાળાઓ અને કોલેજો બંધ રહેશે. જો કે, ઓનલાઇન અભ્યાસ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ સિવાય તમામ સામાજિક, રાજકીય, રમત-ગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.