દાહોદ/ ગુજરાતમાં લોકડાઉનની આવશ્યક્તા હશે ત્યારે આપવામાં આવશે: CM રુપાણીએ કરી સ્પષ્ટતા

રાજયમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સીએમ રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ દાહોદ ખાતે કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. મુલાકાત  દરમિયાન  એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં લોકડાઉનને […]

Gujarat Others
cm today 5 ગુજરાતમાં લોકડાઉનની આવશ્યક્તા હશે ત્યારે આપવામાં આવશે: CM રુપાણીએ કરી સ્પષ્ટતા

રાજયમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સીએમ રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ દાહોદ ખાતે કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. મુલાકાત  દરમિયાન  એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં લોકડાઉનને લઈ સીએમ રુપાણીએ જણાવ્યું હતુ કે, જયારે લોકડાઉનની આવશક્યતા હશે ત્યારે આપવામાં આવશે.

દાહોદ માં વધી રહેલા કેસને લઈ કોવિડ હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. જેની મુલાકાત લેવા માટે સીએમ રુપાણી અને નાયાબ મુખ્યમંત્રી પહોંચ્યા હતા. મુલાકાત બાદ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકડાઉનને લઈ સીએમએ ચર્ચાઓ કરી હતી અને જણાવ્યું હતુ કે જયારે રાજયમાં લોકડાઉન લગાવવા જેવી પરિસ્થિતિ હશે ત્યારે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવશે. જો કે હાલ આ અંગે સરકારે કાઈ વિચારણા કરી નથી.

લોકડાઉન અંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, લોકડાઉનની આવશ્યકતા વખતે નિર્ણય કરીશું. અત્યારે લોકડાઉનની કોઈ વાત નથી. 24 કલાકમાંથી 10 કલાકનો કરફ્યૂ 20 શહેરોમાં લગાવાયો છે. અને જ્યાં કેસ વધશે ત્યાં કરફ્યૂ લાદવાનો નિર્ણય રાતોરાત કરશું. જેમાં દાહોદમાં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે 200 પથારી અને જિલ્લામાં 100 વધારાની પથારી તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે. વધુ માં  દાહોદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની 300 પથારી આગામી એક સપ્તાહમાં વધી જશે.