Not Set/ ફ્રાન્સમાં એકવાર ફરી પરત ફરી રહ્યુ છે લોકડાઉન, રાષ્ટ્રપતિએ કરી જાહેરાત

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આજે કોરોનાનાં કેસમાં અમેરિકા પ્રથમ અને ભારત બીજા નંબર પર છે. મળી રહેલી માહિતી અનુસાર હજુ કોરોનાની બીજી લહેર ડિસેમ્બરમાં પરત ફરે તેવી આશંકાઓ છે.

Top Stories World
db 27 ફ્રાન્સમાં એકવાર ફરી પરત ફરી રહ્યુ છે લોકડાઉન, રાષ્ટ્રપતિએ કરી જાહેરાત

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આજે કોરોનાનાં કેસમાં અમેરિકા પ્રથમ અને ભારત બીજા નંબર પર છે. મળી રહેલી માહિતી અનુસાર હજુ કોરોનાની બીજી લહેર ડિસેમ્બરમાં પરત ફરે તેવી આશંકાઓ છે. જેના સંકેતો આજથી જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, ફ્રાન્સમાં ફરી કોરોના વાયરસનાં કેસો વધી રહ્યા છે.

આવી સ્થિતિમાં, એકવાર ફરીથી ફ્રાન્સમાં લોકડાઉન પરત ફર્યુ છે. ફ્રાન્સની સરકારને ઝડપથી વધી રહેલા કેસોને નિયંત્રિત કરવા માટે એકવાર ફરીથી દેશભરમાં નવા લોકડાઉનને લાગુ કરવાની ફરજ પડી છે, જેનો શુક્રવારથી અમલ કરવામાં આવશે. ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને બુધવારે સાંજે તેની જાહેરાત કરી હતી. દેશને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, “નવા લોકડાઉનમાં ઘરની બહાર જવા માટે માત્ર અધિકૃત પરવાનગી આપવામાં આવશે.” આ સિવાય ઘરની બહાર કામ પર જવા માટે તબીબી, નિમણૂક માટે, ટેકો પૂરો પાડવા અને ખરીદી કરવા જવાની મંજૂરી આપવામાં આવશે.”

ફ્રાન્સનાં રાષ્ટ્રપતિએ કહ્યુ કે, આ વખતે નર્સરી, પ્રાથમિક શાળા અને મધ્યમ શાળા અગાઉનાં લોકડાઉનની તુલનામાં ખુલ્લી રહેશે. તેમણે કહ્યું, “આપણા દેશનાં બાળકો શાળા પ્રણાલી સાથે સંપર્કમાં રહેશે અને શિક્ષણથી વંચિત રહેશે નહીં.” ફ્રાન્સમાં છેલ્લા 24 કલાક દરમિયાન, 523 લોકોનાં મોત કોરોના ચેપને કારણે થયા છે અને 33,417 લોકોને ચેપ લાગ્યો છે. કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 35,541 થઈ ગઈ છે અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,98,695 થઈ ગઈ છે. ફ્રાન્સ ડેટા વેબસાઇટ અનુસાર, કોવિડ-19 નાં 18,978 દર્દીઓ હાલમાં વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 2,918 ની હાલત ગંભીર છે અને તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા છે.