Not Set/ લોકસભા ચુંટણી 2019 : ભાજપનાં આ ઉમેદવારને કારણ બતાઓ નોટીસ જાહેર, શું છે કારણ જાણો

લોકસભા ચુંટણી પાંચમાં તબક્કા સુધી પહોચી ગઇ છે ત્યારે નેતાઓ પોતાની પાર્ટીને વધુને વધુ વોટ મળે તે માટે પૂરો પ્રયત્ન કરી રહી છે. જેમા બીજેપીનાં ઉમેદવારો પાર્ટીની સત્તા અને શાખ બચાવવા જનતા સમક્ષ અને સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ચંડીગઢની એમપી અને બીજેપીની ઉમેદવાર કિરણ ખેરને ચંડિગઢ નોડલ ઓફિસર તરફથી કારણ બતાઓ […]

Top Stories India Politics
annupam લોકસભા ચુંટણી 2019 : ભાજપનાં આ ઉમેદવારને કારણ બતાઓ નોટીસ જાહેર, શું છે કારણ જાણો

લોકસભા ચુંટણી પાંચમાં તબક્કા સુધી પહોચી ગઇ છે ત્યારે નેતાઓ પોતાની પાર્ટીને વધુને વધુ વોટ મળે તે માટે પૂરો પ્રયત્ન કરી રહી છે. જેમા બીજેપીનાં ઉમેદવારો પાર્ટીની સત્તા અને શાખ બચાવવા જનતા સમક્ષ અને સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ચંડીગઢની એમપી અને બીજેપીની ઉમેદવાર કિરણ ખેરને ચંડિગઢ નોડલ ઓફિસર તરફથી કારણ બતાઓ નોટીસ જાહેર કરવામાં આવેલ છે.

સમાચાર એજેન્સી એએનઆઇ મુજબ, નોડસ ઓફિસર તરફથી કહેવામાં આવ્યુ કે, તમે જે વીડિયો ટ્વીટર એકાઉન્ટ પર શેયર કર્યો છે, તેમા ‘વોટ ફોર કિરણ ખેર’ અને ‘અબકી બાર મોદી સરકાર’ નાં નારાઓ સાથે બાળકોને ચુંટણી પ્રચારમાં દેખવા મળ્યા હતા. તંત્ર તરફથી કિરનને આ મુદ્દે 24 કલાકમાં જવાબ આપવા કહેવામાં આવ્યુ છે.

કિરણ ખેરે માની ભૂલ

કિરણ ખેરે કારણ બતાઓ નોટીસનો જવાબ આપતા તેને ખોટો બતાવ્યુ છે. તેમણે કહ્યુ કે, જે પણ કઇક થયુ તે ખોટુ હતુ કે તેમા બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો. અમુક લોકોએ આ મને મોકલ્યુ હતુ અને મારી ટીમે તેને શેયર કરી દીધુ. જો કે આખરમાં તેને ડીલીટ કરી દેવામાં આવ્યુ. જે થયુ તે ઘણુ ખોટુ છે. આ ન થવુ જોઇએ.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચુંટણીનાં ચાર તબક્કાઓ પૂર્ણ થઇ ગયા છે. જ્યારે પાંચમાં તબક્કા માટે સોમવારે 51 બેઠકો પર વોટીંગ કરવામાં આવશે. આ તબક્કામાં કુલ 7 રાજ્યોની 51 લોકસભા બેઠકો પર મતદાન કરવામાં આવશે.