Not Set/ શત્રુઘ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા સપામાં જોડાયા, લખનઉંથી ચૂંટણી લડશે

લોકસભા ચૂંટણીએ જોર પકડ્યું છે ત્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થનારા શત્રુઘ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. તેઓએ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની ડિંપલ યાદવ સાથે મુલાકાત કર્યા બાદ ઔપચારિક્તા પૂર્ણ કરીને સભ્યપદ ગ્રહણ કર્યું હતું. आज लखनऊ में सांसद श्रीमती डिम्पल यादव जी की उपस्थिति में श्रीमती पूनम सिन्हा जी ने […]

Top Stories
Poonam Sinha શત્રુઘ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા સપામાં જોડાયા, લખનઉંથી ચૂંટણી લડશે

લોકસભા ચૂંટણીએ જોર પકડ્યું છે ત્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થનારા શત્રુઘ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. તેઓએ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની ડિંપલ યાદવ સાથે મુલાકાત કર્યા બાદ ઔપચારિક્તા પૂર્ણ કરીને સભ્યપદ ગ્રહણ કર્યું હતું.

તેઓ લખનઉંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રહેશે અને તેઓ 18 એપ્રિલના રોજ નામાંકન ભરશે. પહેલા પૂનમ સિન્હા જેડીયુની ટિકિટ પર બિહારથી ચૂંટણી લડશે તેવી અટકળો હતી પરંતુ હવે સપામાં સામેલ થતા આ અટકળોનો અંત આવ્યો છે.

આપને જણાવી દઇએ કે લખનઉ બેઠક પર 6 મેના રોજ મતદાન થશે. ભાજપનું ગઢ મનાતી આ બેઠક પર ભાજપ તરફથી રાજનાથ સિંહ ચૂંટણી લડી રહ્યા છે. તેઓએ મંગળવારે રોડ શો કર્યા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.