Not Set/ BSP ના બદલે BJP ને આપી લીધો વોટ, પસ્તાવો થયા બાદ કાપી નાખી આંગળી

બુલંદશહરથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીંના શિકારપુર વિસ્તારમાં એક દલિત મતદાતાએ ગુરુવારે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કર્યું હતું. એક વેબસાઈટના અહેવાલ મુજબ, તેને બસપાને મત આપવાનો હતો, પરંતુ ભૂલથી તેણે બીજેપીને મત આપી લીધો. તેને પોતાની આ ભૂલથી એટલું દુઃખ થયું કે તેણે જે આંગણીથી મત આપ્યો હતો તેને જ કાપી નાખી. […]

Top Stories Trending
rer BSP ના બદલે BJP ને આપી લીધો વોટ, પસ્તાવો થયા બાદ કાપી નાખી આંગળી

બુલંદશહરથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીંના શિકારપુર વિસ્તારમાં એક દલિત મતદાતાએ ગુરુવારે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કર્યું હતું. એક વેબસાઈટના અહેવાલ મુજબ, તેને બસપાને મત આપવાનો હતો, પરંતુ ભૂલથી તેણે બીજેપીને મત આપી લીધો. તેને પોતાની આ ભૂલથી એટલું દુઃખ થયું કે તેણે જે આંગણીથી મત આપ્યો હતો તેને જ કાપી નાખી.

બુલંદશહરના શિકારપુર સ્થિત અબ્દુલ્લાપુર હુલાસન ગામના રહેવાસી 25 વર્ષીય પવન કુમાર સપા-બસપા-રાલોદ ગઠબંધનના ઉમેદવાર યોગેશ વર્માને મત આપવા ગયા હતા. પરંતુ ભૂલથી તેમણે બીજેપી ઉમેદવાર ભોલા સિંહને મત આપ્યો છે. પવન પોતાની આ ભૂલથી એટલું દુઃખ થયું કે તેઓએ પોતાની આંગળી જ કાપી નાખી.

આમ કર્યા પછી તેઓ સોશિયલ મીડિયા ટ્વિટર પર એક વિડીયો જારી કર્યો. જેમાં તેમણે આના પાછળના કારણ જણાવ્યું. તેમણે કહ્યું, ‘મારી ભૂલ પર પસ્તાવો કરવા માટે મેં મારી અંગલી કાપી છે.’