Not Set/ ભાજપે 6 ઉમેદવારો કર્યા જાહેર, હિસારથી કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહના દિકરાને ટિકિટ

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 20મી યાદી જાહેર કરી છે. જેમાં લોકસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર તેમજ બંગાળની વિધાનસભા બેઠક માટે એક ઉમેદવારની જાહેરાત કરાઇ છે. ચૌધરી બીરેન્દ્ર સિંહના પુત્ર બૃજેંદ્રને હિસારથી ટિકિટ અપાઇ છે. ઉમેદવારોની યાદી હિસાર – બૃજેંદ્ર સિંહ રોહતક – અરવિંદ શર્મા ખજુરાહો – બિષ્ણુ દત્ત શર્મા રતલામ – જી એસ દામોર […]

Top Stories
BJP 620x400 1 ભાજપે 6 ઉમેદવારો કર્યા જાહેર, હિસારથી કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહના દિકરાને ટિકિટ

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 20મી યાદી જાહેર કરી છે. જેમાં લોકસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર તેમજ બંગાળની વિધાનસભા બેઠક માટે એક ઉમેદવારની જાહેરાત કરાઇ છે. ચૌધરી બીરેન્દ્ર સિંહના પુત્ર બૃજેંદ્રને હિસારથી ટિકિટ અપાઇ છે.

ઉમેદવારોની યાદી

હિસાર – બૃજેંદ્ર સિંહ

રોહતક – અરવિંદ શર્મા

ખજુરાહો – બિષ્ણુ દત્ત શર્મા

રતલામ – જી એસ દામોર

ધાર – છતર સિંહ દરબાર

દૌસા – જસકોર મીણા

પશ્વિમ બંગાળની ઉલબેરિયા વિધાનસભા બેઠક – પ્રત્યુષ કુમાર મંડલ

હિસારમાં બીંરેંદ્ર સિંહના પુત્ર બૃજેંદ્ર સિંહને અપાઇ ટિકિટ

હિસારથી જેને ટિકિટ અપાઇ છે તે બૃજેંદ્ર સિંહ દિગ્ગજ નેતા ચૌધરી બીરેંદ્ર સિંહના પુત્ર છે. બૃજેંદ્ર એક આઇએએસ અધિકારી છે અને અત્યારસુધી હેફેડમાં એમડી તરીકે કાર્યકાળ સંભાળી રહ્યા હતા. માત્ર 26 વર્ષની ઉંમરમાં IAS બનનાર બૃજેંદ્ર ચદીંગઢ, પંચકૂલા અને ફરીદાબાદમાં ડીસી પણ રહી ચૂક્યા છે. હરિયાણાની રાજનીતિમાં મોખરાનું નામ અને પ્રખ્યાત ચહેરો એવા બીંરેંદ્ર સિંહે 2014માં કોંગ્રેસથી 42 વર્ષ જૂનો છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

દૌસા બેઠક પર રોચક જંગ

દૌસાની બેઠક માટે પાર્ટીમાં અસમંજસનો માહોલ પ્રવર્તેલો હતો. તે પહેલા રાજસ્થાનની 25માંથી 24 બેઠકો પર ઉમેદવારોની ઘોષણા થઇ ચૂકી હતી. થોડાક દિવસ પહેલા જસકૌરનું નામ ચગ્યું હતું પરંતુ પાર્ટીએ આ અફવા ફગાવી દીધી હતી. 1999માં સવાઇ માધોપુરથી જીત સાથે લોકસભા પહોંચનારી મીણાને 2003માં વાજપેયી સરકારમાં મંત્ર બનવાનો મોકો મળ્યો. આ બેઠક પર કોંગ્રેસ તરફથી સવિતા મીણા મેદાનમાં છે. તેથી હવે બે મહિલાઓ વચ્ચે કડી ટક્કર જોવા મળશે તે ચોક્કસ કહી શકાય.