Not Set/ ભાજપે ગુરુદાસપૂરથી સની દેઓલને આપી ટિકિટ, ચંદીગઢથી કિરણ ખેર લડશે ચૂંટણી

નવી દિલ્હી,  ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 26મી યાદી જાહેર કરી છે. ગુરદાસપુરથી ફિલ્મ અભિનેતા સની દેઓલને ભાજપે ટિકિટ આપી છે. નોંધનીય છે કે પંજાબની ગુરદાસપુર બેઠક માટે ભાજપ સની દેઓલને મનાવવા માટે પ્રયત્ન કરી રહી હતી. ચંદીગઢ બેઠક માટે કિરણ ખેરને મેદાનમાં ઉતારાયા છે. તો હોશિયારપુરથી સોમ પ્રકાશ મેદાનમાં છે. નોંધનીય છે કે આજે […]

Uncategorized
BJP ભાજપે ગુરુદાસપૂરથી સની દેઓલને આપી ટિકિટ, ચંદીગઢથી કિરણ ખેર લડશે ચૂંટણી

નવી દિલ્હી, 

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 26મી યાદી જાહેર કરી છે. ગુરદાસપુરથી ફિલ્મ અભિનેતા સની દેઓલને ભાજપે ટિકિટ આપી છે. નોંધનીય છે કે પંજાબની ગુરદાસપુર બેઠક માટે ભાજપ સની દેઓલને મનાવવા માટે પ્રયત્ન કરી રહી હતી.

ચંદીગઢ બેઠક માટે કિરણ ખેરને મેદાનમાં ઉતારાયા છે. તો હોશિયારપુરથી સોમ પ્રકાશ મેદાનમાં છે.

નોંધનીય છે કે આજે સની દેઓલ નિર્મળા સીતારમણ અને પીયૂષ ગોયલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ એવી અટકળો પણ હતી કે ભાજપ તેને ગુરુદાસપૂર બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરશે. અંતે આ અટકળો પૂર્ણ થઇ છે અને ભાજપે તેને ગુરદાસપૂર બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.