Not Set/ 1984ના શીખ રમખાણો કરુણ ઘટના, શ્યામ પિત્રોડા માફી માંગે : રાહુલ ગાંધી

શીખ હિંસા પર કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડાનું નિવેદન પાર્ટી માટે મોટી મુશ્કેલી બની ગયું છે. દિવસભર પાર્ટી તરફથી ડેમેજ કંટ્રોલ કરવા છતાં પણ પોતે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને સફાઈ આપવી પડી છે. તેઓ શુક્રવારે રાત્રે લગભગ દસ વાગ્ય ફેસબુક પોસ્ટ લખીને પિત્રોડાના નિવેદનને પાર્ટી લાઇનથી અલગ અને સંપૂર્ણ ખોટું જણાવ્યું છે. રાહુલે લખ્યું કે 1984 […]

Top Stories India
arjuo 2 1984ના શીખ રમખાણો કરુણ ઘટના, શ્યામ પિત્રોડા માફી માંગે : રાહુલ ગાંધી

શીખ હિંસા પર કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડાનું નિવેદન પાર્ટી માટે મોટી મુશ્કેલી બની ગયું છે. દિવસભર પાર્ટી તરફથી ડેમેજ કંટ્રોલ કરવા છતાં પણ પોતે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને સફાઈ આપવી પડી છે. તેઓ શુક્રવારે રાત્રે લગભગ દસ વાગ્ય ફેસબુક પોસ્ટ લખીને પિત્રોડાના નિવેદનને પાર્ટી લાઇનથી અલગ અને સંપૂર્ણ ખોટું જણાવ્યું છે.

રાહુલે લખ્યું કે 1984 એક ભયંકર દુ:ખદ ઘટના છે. તેમાં ન્યાય થવો જોઈએ. જે લોકો આ માટે જવાબદાર છે તેમને સજા થવી જોઈએ. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને મારી માતા સોનિયા ગાંધીએ પણ આ અંગે માફી માંગી છે. અમારી પાર્ટી સ્પષ્ટ છે કે 1984 જેવી આ પ્રકારની ભયંકર કરૂણાંતિકા ક્યારેય થવી જોઈએ નહીં. રાહુલે કહ્યું કે મેં પોતે વ્યક્તિગત રીતે પિત્રોડાને આ નિવેદન માટે માફી માંગવા કહ્યું છે.

આ પહેલા સંપૂર્ણ કૉંગ્રેસ પાર્ટી દિવસભર સફાઈ આપતી રહી હતી. પિત્રોડાએ કહ્યું કે ભાજપે નિષ્ફળતાને છુપાવવા માટે મારા નિવેદન વિચિત્ર રીતે રજૂ કર્યું છે. 1984 માં, મને મુશ્કેલ સમયમાં શીખ ભાઈઓ અને બહેનોનો પીડાનો મને અહેસાસ છે અને હું હજી પણ તે અત્યાચાર વિશે અનુભવું છું. પરંતુ આ ભૂતકાળની વસ્તુઓ છે અને આ ચૂંટણીમાં સંબંધિત નથી. મને કહેવાનો અર્થ એ છે કે જે થયું તે ખુબ જ ખરાબ થયું,મને દુઃખ છે કે મારું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. હું દિલગીર છું. તો ત્યાં જ પક્ષના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કોંગ્રેસ હંમેશાં હિંસા, રમખાણો અને પરસ્પર દુશ્મનાવટ વિરુદ્ધ છે. 1984 ના શીખ હિંસાના જે દોષી છે, તેઓને કાનૂનની સખત સજા મળે. પાર્ટી ફક્ત 1984 ના શીખ હિંસા સાથે જ નહીં પરંતુ 2002 માં ગુજરાતમાં હિંસા સાથે પણ છે.