Not Set/ ઇમરાન ખાને મોદી સરકારની તરફેણ કરી,કૉંગ્રેસે કહ્યું : મોદીને વોટ મતલબ પાકિસ્તાનને વોટ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના સ્ટેટમેન્ટને લઈને ભારતનું રાજકારણ ગરમાયુ છે.ઇમરાન ખાને મોદી સરકારની તરફેણ કરતા  કહ્યું છે કે, જો ભારતમાં આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી ફરી સત્તામાં આવે તો શાંતિ વાર્તામાં વધારો થઈ શકે છે. ઈમરાન ખાને એવું પણ કહ્યું છે કે, જો ભારતમાં આગામી સરકાર કોંગ્રેસની બનશે તો પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવામાં […]

Top Stories
qpqpq 11 ઇમરાન ખાને મોદી સરકારની તરફેણ કરી,કૉંગ્રેસે કહ્યું : મોદીને વોટ મતલબ પાકિસ્તાનને વોટ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના સ્ટેટમેન્ટને લઈને ભારતનું રાજકારણ ગરમાયુ છે.ઇમરાન ખાને મોદી સરકારની તરફેણ કરતા  કહ્યું છે કે, જો ભારતમાં આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી ફરી સત્તામાં આવે તો શાંતિ વાર્તામાં વધારો થઈ શકે છે.

ઈમરાન ખાને એવું પણ કહ્યું છે કે, જો ભારતમાં આગામી સરકાર કોંગ્રેસની બનશે તો પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવામાં પીછે હટ થઈ શકે છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના એક નિવેદનને લઇને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર હુમલો કર્યો અને આરોપ મૂક્યો કે પાકિસ્તાને મોદી સાથે અધિકૃત રીતે જોડાણ કરી લીધું છે એટલા માટે આ ચૂંટણીમાં મોદીને વોટ આપવાનો મતલબ પાકિસ્તાનને વોટ આપ્યો ગણાશે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે ‘પાકિસ્તાને મોદી સાથે અધિકૃત રીતે જોડાણ કરી લીધું છે. મોદીને વોટનો મતલબ છે પાકિસ્તાનને વોટ.’ રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે ‘મોદીજી, પહેલા નવાઝ શરીફ સાથે પ્યાર અને હવે ઇમરાન ખાન તમારો યાર! ઢોલની પોલ ખુલી ગઇ છે.’