Not Set/ IPL 2019: પંજાબ અને મુંબઇની આજે મેચ, વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે થશે કાંટે કી ટક્કર

મુંબઇ, આઇપીએલમાં આજે મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ ટકરાશે. આ બંને ટીમ વચ્ચે અત્યારસુધી 23 મેચ રમાઇ ચૂકી છે. જેમાંથી મુંબઇએ 12 અને પંજાબે 11 મેચમાં જીત હાંસલ કરી છે. વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે રમાયેલી મેચ વિશે વાત કરીએ તો બંને વચ્ચે કુલ 8 મેચ રમાઇ છે. તેમાં બંને ટીમ 4-4 મેચમાં જીત […]

Uncategorized
mi vs IPL 2019: પંજાબ અને મુંબઇની આજે મેચ, વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે થશે કાંટે કી ટક્કર

મુંબઇ,

આઇપીએલમાં આજે મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ ટકરાશે. આ બંને ટીમ વચ્ચે અત્યારસુધી 23 મેચ રમાઇ ચૂકી છે. જેમાંથી મુંબઇએ 12 અને પંજાબે 11 મેચમાં જીત હાંસલ કરી છે. વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે રમાયેલી મેચ વિશે વાત કરીએ તો બંને વચ્ચે કુલ 8 મેચ રમાઇ છે. તેમાં બંને ટીમ 4-4 મેચમાં જીત હાંસલ કરી ચૂકી છે.

વાનખેડે સ્ટેડિયમમાં થનારી આજની ટક્કરમાં પંજાબનું લક્ષ્ય 5 મી જીત હાંસલ કરવાનું રહેશે. મુંબઇની ટીમ ચોથી જીતના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે. રોહિત શર્માની ટીમ મોહાલીમાં પંજાબથી ગત મેચમાં હાર્યા બાદ તેનો બદલો લેવા માટે કટિબદ્વ જણાઇ રહી છે.

બંને ટીમોએ અગાઉના મુકાબલામાં જીત હાંસલ કરી

વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇએ તેના અગાઉના મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સને મ્હાત આપી હતી. ત્યારબાદ હૈદરાબાદમાં સનરાઇઝર્સને પણ હરાવ્યું હતું. પંજાબે પણ તેના અગાઉના મેચમાં સનરાઇઝર્સને હરાવ્યું હતું. પંજાબના 6 મેચમાં 8 અંક છે જ્યારે બીજી તરફ મુંબઇના 5 મેચમાં 6 અંક છે.

આઈપીએલ-12 પોઈન્ટ ટેબલ
રેન્ક ટીમ મેચ જીત હાર પોઈન્ટ
 1 ચેન્નાઇ સુપર કિંગ્સ 6 5 1 10
 2 કોલકાતા નાઇટ રાઇડર્સ 6 4 2 8
 3 કિંગ્સ ઇલેવન પંજાબ 6 4 2 8
 4 સનરાઇઝર્સ હૈદરાબાદ 6 3 3 6
 5 મુંબઇ ઇન્ડિયન્સ 5 3 2 6
 6 દિલ્હી કેપિટલ્સ 6 3 3 6
 7 રાજસ્થાન રોયલ્સ 5 1 4 2
 8 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 6 0 6 0
બંને ટીમો

મુંબઈની ટીમ: રોહિત શર્મા(કેપ્ટન), ક્વિન્ટન ડી કોક(વિકેટ કિપર), સુર્યકુમાર યાદવ, યુવરાજસિંહ, કાયરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા,મિશેલ મેક્લેનાધન, જેસન બેહરેનડાર્ફ, મયંક માર્કંડેય, રાહુલ ચહર, લસિથ મલિંગા, જસપ્રીત બુમરાહ, અલજારી જોસેફ, અનમોલપ્રિત સિંહ, સિદ્દેશ લાડ, અનુકૂલ રૉય, એવિન લેવિસ, પંકજ જયસ્વાલ, બેન કટિંગ, ઈશાન કિશન, આદિત્ય તારે, રાસિલ સલામ, બરિંદર સરન, જયંત યાદવ.

કિંગ્સ ઈલેવન પંજાબઃ આર.અશ્વિન(કેપ્ટન), મયંક અગ્રવાલ, અર્શદિપ સિંહ, મુરૂગન અશ્વિન, અગ્નિવેશ અયાચી, સૈમ કરન, ક્રિસ ગેઈલ, હરપ્રિત બરાર, મોએસેસ હેનરિક્સ, સરફરાઝ ખાન, મનદીપસિંહ, ડેવિડ મિલર, મુજીબ ઉર રહમાન, મોહમ્મદ શમી, કરૂણ નાયર, દર્શન નલકાંડે, નિકોલસ પૂરન(વિકેટ કિપર), કે.એલ રાહુલ, અંકિત રાજપૂત, સિમરન સિંહ, એન્ડ્રુ ટૉય, વરૂણ ચક્રવર્તી, હાર્ડુસ વિલજોએન.