Not Set/ લોકસભા ચૂંટણી 2019: નવસારી લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા

નવસારી લોકસભા  બેઠક ગાંધીજીએ અહી દાંડીનાં દરિયાકિનારે કર્યો હતો નમક સત્યાગ્રહ નવસારી લોકસભા બેઠક ૨૦૦૯ થી અસ્તિત્વમાં આવી ૨૦૦૯થી આ બેઠક પર સાંસદ તરીકે સી.આર. પાટીલ વિજેતા આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ પ્રોજેક્ટોને લઇ અમુક વર્ગનો વિરોધ નવસારી બેઠકમાં ૭ વિધાનસભા બેઠકોનો સમાવેશ ૨૦૧૭માં તમામ વિધાનસભા બેઠકો પર  […]

Gujarat Surat
IMG 20190326 WA0000 1 લોકસભા ચૂંટણી 2019: નવસારી લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા

નવસારી લોકસભા  બેઠક

ગાંધીજીએ અહી દાંડીનાં દરિયાકિનારે કર્યો હતો નમક સત્યાગ્રહ

નવસારી લોકસભા બેઠક ૨૦૦૯ થી અસ્તિત્વમાં આવી

૨૦૦૯થી આ બેઠક પર સાંસદ તરીકે સી.આર. પાટીલ વિજેતા

આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે

સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ પ્રોજેક્ટોને લઇ અમુક વર્ગનો વિરોધ

નવસારી બેઠકમાં ૭ વિધાનસભા બેઠકોનો સમાવેશ

૨૦૧૭માં તમામ વિધાનસભા બેઠકો પર  ભાજપનો વિજય

દક્ષિણ ગુજરાતની  લોકસભા બેઠકોમાં  ભાજપ માટે સૌથી સલામત બેઠક

2017 વિધાનસભા ચૂંટણીમાં તમામ સાત બેઠકો પર ભાજપે 25 હજાર કરતાં વધારે મતોની સરસાઈથી જીત મેળવી

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 7,82,573 મત જ્યારે કોંગ્રેસને 3,82,428 મત મળ્યા હતા

લિંબાયત અને  ઉધના ઔદ્યોગિક પ્રવૃત્તિથી ધમધમતા વિસ્તારો

આ વિસ્તારોમાં બિનગુજરાતી મતદારોની બહુમતી

અહી મરાઠીભાષી મતદારોનું ભારે વર્ચસ્વ

લિંબાયતમાં મુસ્લિમ મતદારોનું પ્રમાણ  નોંધપાત્ર

ઉધનામાં મરાઠીભાષી મતદારોનું પ્રમાણ વિશેષ

ચોર્યાસી મતવિસ્તારમાં  કોળી પટેલ ખેડૂત  મતદારો  મોટી સંખ્યામાં

સુરત જિલ્લામાં ખેતી સમૃધ્ધ છે તેથી અહીંના ખેડૂતો પણ સમૃધ્ધ

નવસારી અને જલાલપોરમાં પણ કોળી પટેલ મતદારોનું પ્રભુત્વ

આ બેઠકમાં આવતા વિધાનસભા વિસ્તાર

લિંબાયત

ઉધના

મજૂરા

ચોર્યાસી

નવસારી

ગણદેવી (એસ.ટી)

જલાલપોર

કુલ વિધાનસભા બેઠક – 7

જ્ઞાતિ સમીકરણ

સૌરાષ્ટ્રપટેલ

કોળી પટેલ

બ્રાહ્મણ અનાવિલ

મરાઠી

માછીમાર

મુસ્લિમ

જૈન

ક્ષત્રિય

આહિર

અનુ.જનજાતિ

કુલ મતદારો

૧૭,૬૪,૬૨૨

સી આર પાટિલની રાજકીય કારકિર્દી (ભાજપ ઉમેદવાર)

અનેક પહેલ કરનારા લોકપ્રિય સાંસદ

જીવંત સંપર્ક, લોકોનાં કામ કરવાની ધગશવાળા નેતા

પોલીસ કોન્સ્ટેબલમાંથી રાજકારણી બનેલા નેતા

૨૦૦૯ માં સી.આર. પાટિલે કોંગ્રેસના ધનસુખ રાજપૂતને 1.35 લાખ મતે  હરાવ્યા

૨૦૧૪માં  સી.આર. પાટિલે  કોંગ્રેસનાં કોંગ્રેસનાં  મકસુદ મિર્ઝાને સાડા પાંચ લાખ કરતાં વધારે મતોની સરસાઈથી હરાવ્યા

૨૦૧૪માં નરેન્દ્ર મોદી પછી સૌથી વધારે સરસાઈ સી.આર. પાટિલને મળી

પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ. લેનારા દેશના પ્રથમ સાંસદ

પાટીલે દત્તક લીધેલા ચીખલી ગામને આદર્શ ગામ બનાવ્યું

સી આર પાટિલનો સંસદનો ટ્રેક રેકોર્ડ (2014-2019)

હાજરીઃ 91 ટકા

પ્રશ્નો પૂછ્યાઃ 292

ચર્ચામાં ભાગ લીધોઃ 6

ખાનગી બિલઃ 6

 એમપીએલએડી ( સી.આર. પાટિલ ૨૦૧૪-૨૦૧૯ )

કુલ ભંડોળઃ 25 કરોડ રૂપિયા

કેન્દ્ર સરકારે છૂટી કરેલી રકમઃ 20 કરોડ રૂપિયા

વ્યાજ સાથે વાપરવા યોગ્ય રકમઃ 25.07 કરોડ રૂપિયા

સાંસદ દ્વારા ભલામણઃ32.55 કરોડ રૂપિયા

મંજૂર થયેલી રકમઃ 26.18 કરોડ રૂપિયા

ખર્ચાયેલી રકમઃ 21.57 કરોડ રૂપિયા

કેટલા ટકા ઉપયોગઃ 106.10 ટકા

વપરાયા વિનાની રકમઃ 3.50 કરોડ રૂપિયા

ધર્મેશ પટેલની રાજકીય કારકિર્દી (કોંગ્રેસ ઉમેદવાર)

વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર

કોંગ્રેસનાં અનેક હોદ્દા ઉપર સેવા આપી ચુક્યા છે

વિજલપોર નગરપાલિકાનાં પ્રમુખ તરીકે આપી છે સેવા

તેમના પિતા ભીમભાઈ પટેલ (કોળી) રાજકારણમાં મોટું નામ

મતબેંકનાં સમીકરણો ભાજપની તરફેણમાં

બેઠકનું નામ નવસારી, પણ અડધા કરતાં વધારે વિસ્તાર સુરત શહેરનો