Not Set/ MLA નાથાભાઈ પટેલનો બફાટ,પોટલી જોઈએ તો લઈ લેજો પણ વોટ તો પંજાને આપજો

ધાનેરા, રાજ્યમાં ચૂંટણી પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે ત્યારે ધાનેરા કોંગ્રેસના ધારાસભ્ય નાથાભાઈ પટેલે જાહેર સભામાં બફાટ કરતા વિવાદ સર્જાયો છે.ધાનેરાના ધાખાગામની કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ લોકસભાના ઉમેદવાર માટે મત માંગવા પહોંચ્યા હતા જ્યા સભામાં નાથા ભાઈ પટેલે બફાટ કર્યો હતો કે તમારે બે રૂપિયા જોઈએ […]

Gujarat Others
rer 2 MLA નાથાભાઈ પટેલનો બફાટ,પોટલી જોઈએ તો લઈ લેજો પણ વોટ તો પંજાને આપજો

ધાનેરા,

રાજ્યમાં ચૂંટણી પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે ત્યારે ધાનેરા કોંગ્રેસના ધારાસભ્ય નાથાભાઈ પટેલે જાહેર સભામાં બફાટ કરતા વિવાદ સર્જાયો છે.ધાનેરાના ધાખાગામની કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ લોકસભાના ઉમેદવાર માટે મત માંગવા પહોંચ્યા હતા જ્યા સભામાં નાથા ભાઈ પટેલે બફાટ કર્યો હતો કે તમારે બે રૂપિયા જોઈએ કે પોટલી જોઈએ તો લઈ લેજો પણ વોટ તો પંજાને આપજો .

જાહેર સભામાં ધારાસભ્યના આવા નિવેદનથી સભામાં હાજર લોકો પણ નારાજ થયા હતા .આ સિવાય નાથાભાઇના બફાટને લઇને રાજકારણ પણ ગરમાયું છે.જેને લઇને આ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીએ જિલ્લા ચૂંટણીને તપાસના આદેશ આપ્યા છે અને તાત્કાલિક તપાસ કરી રિયોર્ટ કરવા આદેશ કર્યો છે