Not Set/ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું- અમે તોડી હતી બાબરી મસ્જિદ, હવે બનાવીશું રામ મંદિર, EC ફટકારી નોટિસ

ભોપાલથી બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને તેના એક વિવાદિત નિવેદનથી હલચલ મચાવી દીધી છે. સાધ્વી પ્રજ્ઞાએ શનિવારે કેમ્પન દરમિયાન એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘રામ મંદિર ચોક્કસપણે બનાવવામાં આવશે. આ એક ભવ્ય મંદિર હશે. ‘આવું પૂછવા પર કે શું તે રામ મંદિર બનાવવા માટે સમયસીમા કહી શકે છે, તો પ્રજ્ઞાએ કહ્યું, ‘અમે મંદિરનું […]

Top Stories Trending
jaj સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું- અમે તોડી હતી બાબરી મસ્જિદ, હવે બનાવીશું રામ મંદિર, EC ફટકારી નોટિસ

ભોપાલથી બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને તેના એક વિવાદિત નિવેદનથી હલચલ મચાવી દીધી છે. સાધ્વી પ્રજ્ઞાએ શનિવારે કેમ્પન દરમિયાન એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘રામ મંદિર ચોક્કસપણે બનાવવામાં આવશે. આ એક ભવ્ય મંદિર હશે. ‘આવું પૂછવા પર કે શું તે રામ મંદિર બનાવવા માટે સમયસીમા કહી શકે છે, તો પ્રજ્ઞાએ કહ્યું, ‘અમે મંદિરનું નિર્માણ કરીશું. આખરે, અમે ઢાંચા (બાબરી મસ્જિદ) ને તોડી નાખવા માટે પણ તો ગયા હતા. ‘

સાધ્વી પ્રજ્ઞાએ બાબરી મસ્જિદમાં તેની મહત્વની ભૂમિકા વિશે કહ્યું કે તે ન માત્ર બાબરી મસ્જિદ ઉપર ચઢી હતી, પરંતુ તેને તોડી પાડવામાં પણ મદદ કરી હતી. તેમણે કહ્યું, ‘મેં ઢાંચા પર ચઢીને તોડી હતી. મને ગર્વ છે કે ઈશ્વરે મને આ તક આપી અને શક્તિ આપી છે અને મેં આ કામ કર્યું લીધું. હવે ત્યાં રામ મંદિર બનાવશે. ‘

સાધ્વી પ્રજ્ઞાની આ નિવેદનને ચૂંટણીપંચે પણ તરત જ સંજ્ઞા લેતા તેને ચૂંટણી આચાર સંહિતા ઉલ્લંઘનની નોટીસ ફટકારી છે. એટલું જ નહીં, મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વીએલ કાંતા રાવે ચેતવણી આપતા બધા રાજકીય દળોને એડવાઇઝરી પણ જારી કરી છે, જેમાં તેમણે કહ્યું, ‘વારંવાર ચૂંટણીના મોડેલ કોડ ઑફ કંડક્ટનું ઉલ્લંઘન અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાના કારણથી સખત કાર્યવાહી થઈ શકે છે. ‘

સાધ્વી પ્રજ્ઞાએ તાજેતરમાં 2008ના મુંબઈ હુમલામાં શહી થયેલ એટીએસ ચીફ હેમંત કરકરે પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, તેને કરકરેની શહાદત પર સવાલ ઉઠાવતા તેને શ્રાપ આપવા સુધીની વાત ખીઓ હતી.જોકે તેના પછી બીજેપીએ પ્રજ્ઞાના નિવેદનને કિનારે કરી લીધું.જયારે બવાલ થઇ ત્યારે તેણે માફી માંગી, પરંતુ હવે ચૂંટણી પ્રચાર વચ્ચે પ્રજ્ઞા ઠાકુરે બાબરી મસ્જિદનો મુદ્દો ગરમાયો છે.