Not Set/ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસનો અમદાવાદ-વડોદરામાં રોડ શો

અમદાવાદ, લોકસભાની ચૂંટણીનો પ્રચાર વેગ પકડી રહ્યો છે ત્યારે ભાજપ તેના સ્ટાર પ્રચારકોને રાજ્યના ચૂંટણી મેદાનમાં ઉતારી રહ્યું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અભિયાનમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ પણ જોડાયા છે.ચૂંટણી પ્રચાર માટે સીએમ દેવેન્દ્ર ફડણવીસ  અમદાવાદ આવી પહોચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ફડણવીસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.જે બાદ ફડણવીસ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની […]

Ahmedabad Gujarat
hanhha 8 મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસનો અમદાવાદ-વડોદરામાં રોડ શો

અમદાવાદ,

લોકસભાની ચૂંટણીનો પ્રચાર વેગ પકડી રહ્યો છે ત્યારે ભાજપ તેના સ્ટાર પ્રચારકોને રાજ્યના ચૂંટણી મેદાનમાં ઉતારી રહ્યું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અભિયાનમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ પણ જોડાયા છે.ચૂંટણી પ્રચાર માટે સીએમ દેવેન્દ્ર ફડણવીસ  અમદાવાદ આવી પહોચ્યા હતા.

અમદાવાદ એરપોર્ટ પર ફડણવીસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.જે બાદ ફડણવીસ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રોડ શો નો શુભારંભ કર્યો. ફડણવીસ દ્વારા જમાલપુર-ખાડીયા બેઠક માટે દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આ રોડ શો કરવામાં આવી રહ્યો છે.રોડ શોના અંતે દેવેન્દ્ર ફડણવીસ દ્વારા એક જાહેર સભાને પણ સંબોધવામાં આવશે.

દેવેન્દ્ર ફડનવીસ અમદાવાદ બાદ વડોદરામાં પણ જાહેરસભા સંબોધશે.રવિવારે રાતે 9 વાગે અકોટમાં ફડનવીસ જાહેરસભા સંબોધશે.