Not Set/ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ પણ ચાલુ છે હિંસાનો દોર, ટ્રેન પર ફેંકાયો બૉમ્બ

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગનાના ભાટપારામાં ચૂંટણી પછી પણ સતત હિંસા ચાલુ છે. ટ્રેન પર દેસી બોમ્બ ફેંકવામાં આવ્યા જેના પછી રેલ યાત્રીઓએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો. ભાટપારામાં કાલથી જ કલમ 144 લાગુ છે. મળતી માહિતી મુજબ બંગાળના કૂચ બિહાર સ્થિત સિતાઈમાં ગત રાત્રે હિંસામાં ભારતીય જનતા પક્ષના પાંચ કાર્યકરોને ઘાયલ થયા. બીજેપી દ્વારા આ […]

India
trtr 8 પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ પણ ચાલુ છે હિંસાનો દોર, ટ્રેન પર ફેંકાયો બૉમ્બ
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગનાના ભાટપારામાં ચૂંટણી પછી પણ સતત હિંસા ચાલુ છે. ટ્રેન પર દેસી બોમ્બ ફેંકવામાં આવ્યા જેના પછી રેલ યાત્રીઓએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો. ભાટપારામાં કાલથી જ કલમ 144 લાગુ છે.
મળતી માહિતી મુજબ બંગાળના કૂચ બિહાર સ્થિત સિતાઈમાં ગત રાત્રે હિંસામાં ભારતીય જનતા પક્ષના પાંચ કાર્યકરોને ઘાયલ થયા. બીજેપી દ્વારા આ હિંસા માટે ટીએમએસી કાર્યકરો પર આરોપ મૂકવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે ચૂંટણી પછી કોઈ પણ પ્રકારની હિંસક ઘટનાથી બચવા માટે પશ્ચિમ બંગાળના ભટપારામાં સોમવારથી કલમ -144 ને લાગુ કરવામાં આવી છે.લોકસભા ચૂંટણીઓ સાથે સાથે ભાટપારામાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ હતી.
bengal 1 પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ પણ ચાલુ છે હિંસાનો દોર, ટ્રેન પર ફેંકાયો બૉમ્બ
આ દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર મદન મિત્રના એક વિડીયો વાયરલ થયો હતો.જેમાં તેઓ કેન્દ્રિય બળના એક જુવાન સાથે ચર્ચા કરી રહ્યા હતા. આ સીટ પર તેમની મુકબલો બીજેપીના નેતા પવન સિંહ થી હતો. રવિવારના રોજ થયેલી ચૂંટણી એક દિવસ પહેલા અહીં ખૂબ હિંસા થઈ હતી.
સમગ્ર લોકસભાની ચૂંટણી દરમિયાન સમગ્ર બંગાળમાં સતત હિંસાના સમાચાર આવી રહયા હતા. સાતમી તબક્કામાં ચૂંટણીના દિવસે જાદવપુરથી ભાજપના નેતા અણ્ણામ હાજરા અને ડાયમંડ હાર્બર સીટ પર ભાજપના ઉમેદવાર નિલમજન રોયની કાર પર હુમલો થયો હતો.
આ ઉપરાંત ઘણા સ્થળોએ બૂથો પર બોમ્બ ફેંકવામાં આવ્યો છે અને હિંસાના પણ સમાચાર છે.