Not Set/ યોગી બાદ હવે અબ્બાસ નકવી પણ બોલ્યા મોદીની સેના, નિવેદન પર ચૂંટણી પંચે માગ્યો રિપોર્ટ

ઉત્તરપ્રદેશ, ચૂંટણીના મહાયુદ્ધમાં નેતાઓના નિવેદનો અને ટોણાઓ ચર્ચાઓનું કેન્દ્ર હોય છે. પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હવે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને ચૂંટણી પંચ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. બન્ને નેતાઓએ ભારતીય સેનાને મોદીની સેના કહીને સંબોધિત કર્યા છે. મુખ્તાર અબ્બાસ નકવીએ ઉત્તર પ્રદેશના રામપુરામાં કહ્યું કે, ‘મોદીની સેના’ તો આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારે […]

Top Stories Politics
Mukhtar Nakvi યોગી બાદ હવે અબ્બાસ નકવી પણ બોલ્યા મોદીની સેના, નિવેદન પર ચૂંટણી પંચે માગ્યો રિપોર્ટ

ઉત્તરપ્રદેશ,

ચૂંટણીના મહાયુદ્ધમાં નેતાઓના નિવેદનો અને ટોણાઓ ચર્ચાઓનું કેન્દ્ર હોય છે. પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હવે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને ચૂંટણી પંચ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. બન્ને નેતાઓએ ભારતીય સેનાને મોદીની સેના કહીને સંબોધિત કર્યા છે. મુખ્તાર અબ્બાસ નકવીએ ઉત્તર પ્રદેશના રામપુરામાં કહ્યું કે, ‘મોદીની સેના’ તો આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારે છે. આ નિવેદન પર ઉત્તરપ્રદેશ ચૂંટણી પંચે રિપોર્ટ અહેવાલ માગ્યો છે. આપને જણાવી દઈએ કે આ રિપોર્ટમાં નિવેદનનો વીડિયો પણ સામેલ કરવામાં આવશે. ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવશે. જેમા નિષ્ણાતોની ટીમ બારીકાઈથી તેનો અભ્યાસ કરશે. ત્યારબાદ જ આ અંગે કાર્યવાહી કરવા માટે કોઈ નિર્ણય લેવામા આવશે. આ પહેલા પણ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ભારતીય સેનાને મોદીની સેના કહીને સંબોધિત કરી હતી.