Not Set/ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો લાગી

ગુજરાતમાં કોરોનાકેસ રેકોર્ડ બ્રેક નોધાય રહ્યા છે.રાજકોટમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.તેમની સાથે ટપોટપ મૃત્યુ પણ સામે પણ વધતા જોવા મળી રહ્યાછે.લોકો સારવાર માટે રઝળી પડી છે .સંક્રમણ વધવાને કારણે શહેરની તમામ હોસ્પિટલમાં બેડ ફૂલ થતા દર્દીઓ સારવાર માટે રઝળી પડ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સની લાઇન જોતા કોરોનાની ભયાનક પરિસ્થિતિ […]

Gujarat Rajkot
Untitled 171 રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો લાગી

ગુજરાતમાં કોરોનાકેસ રેકોર્ડ બ્રેક નોધાય રહ્યા છે.રાજકોટમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.તેમની સાથે ટપોટપ મૃત્યુ પણ સામે પણ વધતા જોવા મળી રહ્યાછે.લોકો સારવાર માટે રઝળી પડી છે .સંક્રમણ વધવાને કારણે શહેરની તમામ હોસ્પિટલમાં બેડ ફૂલ થતા દર્દીઓ સારવાર માટે રઝળી પડ્યા છે.

ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સની લાઇન જોતા કોરોનાની ભયાનક પરિસ્થિતિ જોવા મળી રહી છે. હોસ્પિટલમાં બેડ ફૂલ હોવાથી એમ્બ્યુલન્સમાં જ દર્દીને ઓક્સિજન આપી સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ સ્ટ્રેચર પર દર્દીને સારવાર આપવામાં આવતી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાત બાદ દિવસે પણ 15 જેટલી એમ્બ્યુલન્સની લાઇન જોવા મળી છે.

આજે સવારથી ફરી એમ્બ્યુલન્સની લાઇન લાગી ગઇ છે. સવારથી 15 જેટલી એમ્બ્યુલન્સ દર્દી સાથે વેઇટિંગમાં ઉભી રહી ગઇ છે. 2 થી3   કલાકે એક એમ્બ્યુલન્સનો વારો આવી રહ્યો છે. સિવિલ બહાર આજે પણ એમ્બ્યુલન્સની લાઇન લાગી જતા ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં તમામ એમ્બ્યુલન્સ રાખી દેવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…