Not Set/ પંડિત નહેરૂજી એ જ્યારે કહેલું કે પી ટી કૌન હૈ ?

૧૯૬૨માં આ રીતે પ્રતાપભાઈની રાજકીય સફર શરૂ થઇ. ૧૯૬૪માં તેઓ કોંગ્રેસમાં જોડાયા, ૧૯૬૭માં કૉંગ્રેસની ટિકિટ પર બે બળદના નિશાન સાથે ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા.

Gujarat Others Trending
dukhd પંડિત નહેરૂજી એ જ્યારે કહેલું કે પી ટી કૌન હૈ ?

જાહેર જીવનના મોભી એવાં પ્રતાપભાઈ શાહની લાંબી રાજકીય સફરની વાત

@હિંમતભાઈ ઠક્કર , ભાવનગર 

૧૯૬૨ની વાત છે, દેશમાં પ્રથમ વડાપ્રધાન અને પંડિત જવાહરલાલ નહેરૂનો અને બે બળદની જોડીના નિશાન વાળી કૉંગ્રેસનો સૂર્ય મધ્યાહને હતો તે વખતે યોજાયેલી ચૂંટણીમાં ભાવનગરની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે નહેરૂજી અને તે વખતે ગુજરાત કોંગ્રેસના સર્વોચ્ચ મોરારજીભાઈ દેસાઈના અત્યંત વિશ્વાસુ સાથી એવા બળવંતરાય મહેતા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તેઓ ગુજરાતના મુખ્યમંત્રીપદના દાવેદાર પણ મનાતા હતા. તેમની સામે પ્રજા સમાજવાદી પક્ષે પોતાના ઉમેદવાર તરીકે તે વખતે સામાન્ય વર્ગના એવા પ્રતાપભાઈ શાહને પસંદ કર્યા અને ઝૂંપડીના નિશાન સાથે ચૂંટણી લડ્યા. આ પરિણામ આંચકાજનક આવ્યું, પ્રતાપભાઈ શાહે બળવંતરાય મહેતાને પરાજય આપ્યો, એકરીતે કહીયે તો જાયન્ટ કીલર બન્યા. આ પરિણામથી કૉંગ્રેસના મોવડી મંડળને મોટો આંચકો લાગ્યો ખુદ વડાપ્રધાન પંડિતજીને પણ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે ‘હુ ઇઝ પી.ટી. – કોણ છે પ્રતાપ શાહ જેણે બળવંતભાઈ મહેતા જેવા નેતાને હરાવ્યા તેનું કારણ શું ?’ પ્રતાપ ભાઈની લોકપ્રિયતાનો આ વિજય હતો.

himmat thhakar પંડિત નહેરૂજી એ જ્યારે કહેલું કે પી ટી કૌન હૈ ?

૧૯૬૨માં આ રીતે પ્રતાપભાઈની રાજકીય સફર શરૂ થઇ. ૧૯૬૪માં તેઓ કોંગ્રેસમાં જોડાયા, ૧૯૬૭માં કૉંગ્રેસની ટિકિટ પર બે બળદના નિશાન સાથે ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. ૧૯૭૨ની ચૂંટણીમાં તેઓ વડવા-ઘોઘાની બેઠક પર ચૂંટણી લડ્યા એટલુંજ નહિ પણ જીત મેળવી. નવનિર્માણ આંદોલન બાદ સર્જાયેલા કોંગ્રેસ વિરોધી વાતાવરણ વચ્ચે તેઓ ગઢડાની બેઠક પરથી ચૂંટણી લડ્યા તેમાં વિજય પણ મેળવ્યો આમ તેમણે તે વખતે ત્રણ વિધાનસભા મત વિસ્તારોમાં ચૂંટણી લડી પોતાની સર્વોપરિતા સ્થાપિત કરી હતી.

૧૯૮૦માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેઓ અપક્ષ તરીકે બહાદુરીથી લડ્યા અને હારી પણ ગયા તેમણે મુદત બાકી હોવા છતાં રાજીનામુ આપી ધારાસભ્ય પદ છોડ્યું ત્યાર બાદ તેઓ એક પણ ચૂંટણી લડ્યા નથી પણ જાહેર જીવનમાં પોતાનું યોગદાન ચાલુ રાખ્યું. તેઓ સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી પદ ઉપરાંત રેડક્રોસ,રામમંત્ર ટ્રસ્ટ સહિતની અનેક સંસ્થાઓમાં જીવનના છેલ્લા શ્વાસસુધી સેવાઓ ચાલુ રાખી હતી.