Not Set/  જુઓ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાને બદલે  આ બાળકોએ કર્યું કંઇક આવું

સુરત, સામાન્ય રીતે ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવાનો દિવસ. સુરતની ધમાકેદાર ઉજવાતી ઉતરાયણમાં  નાનકડા બાળકો મોટો હિસ્સો હોય છે. પણ સુરતમાં રવિવારે ઉજવાયેલી ધમાકેદાર ઉત્તરાયણમાં કેટલાક નાનકડા બાળકોએ પતંગ ચગાવવાના બદલે ઘાયલ પક્ષીઓની સારવાર જોઈને ઉજવી હતી.  સેવાભાવી સંસ્થામાં કામ કરતાં સ્વયંસેવકોના બાળકો તથા તેમના નાનકડા મિત્રો ઉત્તરાયણના દિવસે શહેરના મજુરાગેટ વિસ્તારમાં  એક સંસ્થાના હેલ્પ સેન્ટરમાં […]

Gujarat
1948398 0  જુઓ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાને બદલે  આ બાળકોએ કર્યું કંઇક આવું

સુરત,

સામાન્ય રીતે ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવાનો દિવસ. સુરતની ધમાકેદાર ઉજવાતી ઉતરાયણમાં  નાનકડા બાળકો મોટો હિસ્સો હોય છે. પણ સુરતમાં રવિવારે ઉજવાયેલી ધમાકેદાર ઉત્તરાયણમાં કેટલાક નાનકડા બાળકોએ પતંગ ચગાવવાના બદલે ઘાયલ પક્ષીઓની સારવાર જોઈને ઉજવી હતી.  સેવાભાવી સંસ્થામાં કામ કરતાં સ્વયંસેવકોના બાળકો તથા તેમના નાનકડા મિત્રો ઉત્તરાયણના દિવસે શહેરના મજુરાગેટ વિસ્તારમાં  એક સંસ્થાના હેલ્પ સેન્ટરમાં પહોંચ્યા હતા. તેઓએ પક્ષીઓની થતી સારવાર જોવા સાથે સારવાર કરનારા સ્વયંસેવકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતની ધમાકેદાર ઉજવાતી ઉતરાયણમાં  નાનકડા બાળકો મોટો હિસ્સો હોય છે. સુરતમાં બે દિવસ ઉતરાયણની ઉજવણી થતી હોય તેમાં યંગસ્ટર્સ, મોટેરા સાથે નાનાકડા બાળકો મન મુકીને ભાગ લેતા હોય છે પણ છેલ્લા કેટલાક વખતથી મીડિયા તથા સોશિયલ મીડિયામાં પતંગના દોરાના ઝપેટમાં આવતા પક્ષીઓની હાલત અંગેના ફોટો અને વિડિયો જોવા મળે છે. આવા ફોટો અને વિડિયો જોઈને કેટલાક કુમળી વયના બાળકોએ આ વર્ષે પતંગ ન ચગાવવાનો નિર્ણય કર્યો હતો.

પક્ષીઓની સારવારનું કામ કરતાં કેટલાક સેવાભાવી સંસ્થાના સ્વયંસેવકોના બાળકોએ પણ પતંગ ન ચગાવાવનો નિર્ણય કર્યો હતો. પતંગ ન ચગાવનારા નાનકડા બાળકો ઉતરાયણના દિવસે દયાળજી આશ્રમમાં પ્રયાસ અને વન વિભાગ દ્વારા શરૂ કરાયેલા હેલ્પ લાઈન સેન્ટર પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર જોઈ અને ત્યાં કામ કરાતં સ્વયંસેવકોના નાનકડા કામ કરવાની તૈયારી બતાવી મદદે લાગ્યા હતા.

આવા નાનકડા બાળકોએ પતંગ ન ચગાવવાનો નિર્ણય કરતાં સ્વયંસેવકો તથા બાળકોના માતા-પિતા સાથે તંત્ર પણ ખુશ થયું હતું. કેટલાક બાળકો એવું કહેતાં હતા કે, અમારા પેરેન્ટસ પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવાનું કામ કરતાં હોય ત્યારે અમને પતંગ ચગાવી પક્ષીઓને ઘાયલ કરવાનું ગમતું નથી એટલે પતંગ ન ચગાવવાનો નિર્ણય કર્યો છે.