Ahmedabad rathyatra/ Live: ભગવાન જગન્નાથજી નિજ મંદિરે પરત ફર્યા

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે બે દિવસ બાકી છે. ત્યારે આજે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીની નેત્રોત્સવ પૂજા વિધિ કરાશે….

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 07 05T092704.733 Live: ભગવાન જગન્નાથજી નિજ મંદિરે પરત ફર્યા

Ahmedabad News: ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે બે દિવસ બાકી છે. ત્યારે આજે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીની નેત્રોત્સવ પૂજા વિધિ શરૂ થઈ હતી. શાસ્ત્રોક્થ વિધિ બાદ ભગવાન જગનન્નાથ નિજ મંદિરે પરત ફર્યા છે.

જગન્નાથ મંદિરમાં યોજાઇ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી છે. મંદિરના મહંત દ્વારા ધ્વજારોહણ વિધિ કરવામાં આવી છે. વાજતે ગાજતે ધ્વજારોહણ વિધિ પૂર્ણ કરાઈ છે. દર વર્ષે નેત્રોત્સવ વિધિ બાદ મંદિરની ધજા બદલવામાં આવે છે.

147મી રથયાત્રાને લઈ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આજે સવારે 8 વાગ્યે ગર્ભગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠા કરાશે. બાદમાં નેત્રોત્સવ વિધિ આરંભ કરાશે. વૌદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના પાટા બાંધવાની આ વિધિ છે. સવારે સાડા નવથી ધ્વજારોહણની વિધિ કરવામાં આવશે. 10 વાગે સોનાવેષના દર્શન-ગજરાજપૂજન કરાશે. સાડા દસે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા વિધિ-પૂજન કરવામાં આવશે. સવારે 11 કલાકે સંતોનું સન્માન થશે. સાંજે 8 વાગે મહાઆરતી થશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ પોલીસ કમિશનરની મનમાની, મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો: અમદાવાદમાં રાજપથ રોડ પરના કેફેના ફૂડમાંથી નીકળી જીવાત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે