Vadodra News : વડોદરામાં સાવલીમાં એક ખાનગી હોસ્પિટલમાં 15 વર્।ની સગીરા દ્વારા બાળકને ત્યજી દેવાના કેસમાં પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું.
સાવલીની ખાનગી હોસ્પિટલમાંથી બાળક મળી આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં 15 વર્ષની કિશોરીએ હોસ્પિટલમાં જાતે જ ડિલીવરી કરીને બાળકને ત્યજી દીધું હતું. આ બાળક પતરાના શેડ પરથી મળી આવ્યું હતું.
પોલીસે તપાસ કરતા એક યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં યુવકનું નામ જયેશ રાઠોડ હોવાનું બહાર આવ્યું હતું.
આરોપી જયેશ રાઠોડે અવારનવાર કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધતા તે ગર્ભવતી થઈ હતી. બાદમાં સગીરા પેટમાં દુખાવાને બહાને હોસ્પિટલમાં દવા લેવા માટે આવી હતી. ત્યારબાદ ડિલીવરી થતા તે નવજાત બાળકને પતરાના શેડમાં તરછોડીને જતી રહી હતી. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..
આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ
આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો
