કાયદો/ લવ જેહાદ મામલે Dy. CM નીતિન પટેલે શું આપ્યું નિવેદન ?

અમદાવાદનાં પાલડીમાં વિશ્વહિંન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદમાં વીએચપીના પ્રદેશ કાર્યાલય ખાતે રામમંદિર સમર્પણ નિધિ કાર્યક્રમનું કરવામાં આવેલા આયોજનમાં

Top Stories Gujarat Others
love jehad લવ જેહાદ મામલે Dy. CM નીતિન પટેલે શું આપ્યું નિવેદન ?

અમદાવાદનાં પાલડીમાં વિશ્વહિંન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદમાં વીએચપીના પ્રદેશ કાર્યાલય ખાતે રામમંદિર સમર્પણ નિધિ કાર્યક્રમનું કરવામાં આવેલા આયોજનમાં સુરતના હીરાઉદ્યોગપતિ ગોવિંદ ઘોળકિયાએ 11 કરોડ રૂપિયાન ચેક અર્પણ કર્યો હતો. કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 1 લાખ 11 હજાર 111 રૂપિયાના દાનની જાહેરાત કરી હતી.

પોતાનાં આવી છટામાં કરવામાં આવેલા સંબોધનમાં નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતમાં ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકોટમાં અશાંત ધારો લાગુ કરાયો છે. લોકોની મિલકતની રક્ષા માટે આ નિર્ણય લેવાયો છે. સાથે સાથે સમર્પણ નિધિ વિશે વાત કરતા કહ્યું હતું કે, આ ફકત ફંડ એકત્ર કરવાની નીતિ નથી. લોકોએ પોતાના વિચારો, મન અને ખુશીની સાથે રામ મંદિરના નિર્માણમાં જોડાવાનું છે. લોકો પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે દાન કરે. તો વેક્સિન મુદ્દે વાત કરતા કહ્યું હતું કે, વડાપ્રધાનના આદેશ મુજબ કામગીરી થશે. કોરોના વોરિયર્સને પ્રથમ વેક્સિન મળશે અને આવતીકાલ સવારથી કામગીરી શરૂ થશે. નિધિ સમર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ પોતાની આગવી શૈલીમાં કોંગ્રેસ પર પ્રહાર કરવાની સાથે સાથે લવ જેહાદ મામલે પણ મોટું નિવેદન આપ્યું હતું.

જેમાં રામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ કાર્યક્રમમાં નીતિન પટેલે નિવેદન આપ્યું હતુ કે, ગુજરાતમાં લવ જેહાદ કાયદો બનાવવા રજૂઆતો મળી છે. લવ જેહાદના કાયદા માટે અભ્યાસ ચાલી રહ્યો છે. કાયદો બનાવી શકાય કે નહીં તે અંગે અભ્યાસ ચાલુ છે. હિન્દૂ યુવતીઓને લોભ લાલચ આપી લગ્ન કરે છે અને બાદમાં મોટા પ્રમાણમાં છોકરીઓ નાસીપાસ થાય છે. આવુ ન થાય તે જરૂરી છે. આ મામલામાં લોકોની માંગ ઉઠી રહી છે કે, ગુજરાતમાં લવ જેહાદ કાયદો બનવો જોઈએ. યુપી, એમપી ની જેમ કાયદો બને તે માટે સરકાર વિચાર કરશે.

જુઓ શુ કહ્યુ નીતિન પટેલે આ વીડિઓ અહેવાલમાં – લવ જેહાદ પર ડે. સીએમ Nitin Patel શું આપ્યું નિવેદન ?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…