Supreme Court/ લવ જેહાદના કાયદા પર પ્રતિબંધ નહીં મૂકી શકાય : સુપ્રીમ કોર્ટ

ઉત્તર પ્રદેશમાં જ્યાં લવ જેહાદની વિરુદ્ધ કાયદો બનાવે એક મહિનો થઈ ગયો છે. બીજી તરફ થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણની કેબિનેટ લવ જેહાદને રોકવા માટે કડક કાયદો ધર્મ સ્વતંત્ર

Top Stories India
1

ઉત્તર પ્રદેશમાં જ્યાં લવ જેહાદની વિરુદ્ધ કાયદો બનાવે એક મહિનો થઈ ગયો છે. બીજી તરફ થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણની કેબિનેટ લવ જેહાદને રોકવા માટે કડક કાયદો ધર્મ સ્વતંત્ર વિધેયકને રાજ્યમાં અધ્યાદેશ તરીકે લાગુ કરવાની મંજૂરી આપવાનું કામ કર્યું છેઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લવ જેહાદ કાયદાના મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજીઓનો સ્વીકાર કરતાં બંને રાજ્ય સરકારોને નોટિસ પાઠવીને આ મામલામાં જવાબ માંગ્યો છે. ઉત્તર પ્રદેશમાં હજુ આ માત્ર એક અધ્યાદેશ છે, જ્યારે ઉત્તરાખંડમાં તે 2018માં કાયદો બની ચૂક્યો છે.

Can Supreme Court Revive The Economy -Shashank Dewan - BW Businessworld

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લવ જેહાદ કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ કોઈને લાલચ આપીને, ગેરમાર્ગે દોરીને કે ડરાવી-ધમકાવીને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરે છે તો તેને પાંચ વર્ષની સજા થઈ શકે છે. પરંતુ કેટલાક સામાજિક કાર્યકર્તાઓ અને સંગઠનોએ લવ જેહાદ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.તેમનું કહેવું છે કે આ કાયદા હેઠળ પોલીસ અને સરકાર પ્રેમ કરનારા લોકો અને પોતાના મા-બાપની મરજી વિરુદ્ધ લગ્ન કરનારા લોકોને પરેશાન કરી રહી છે. સાથોસાથ એવો પણ આરોપ છે કે તેના દ્વારા માત્ર લઘુમતિઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

States mulling to bring law against 'love jihad' - The Sunday Guardian Live

Gandhinagar / સરકારના નિર્ણયનો વાલીઓએ કર્યો વિરોધ, કમલમ ખાતે કરી આવી રજૂઆત…

આ ઉપરાંત સુનાવણી દરમિયાન અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટથી લવ જેહાદની જોગવાઈઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેની પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કરી દીધો હતો.એ બાબત અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં પણ ધાર્મિક સ્વતંત્રતા કાયદો 2018થી લાગુ છે. 2018માં અસ્તિત્વમાં આવેલા ઉત્તરાખંડ ધાર્મિક સ્વતંત્રતા કાયદા હેઠળ રાજ્યનો પહેલો મામલો ડિસેમ્બર મહિનામાં સામે આવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…