Not Set/ “લવ જેહાદ” જેવો કાયદામાં કોઇ શબ્દ જ નથી : સંસદમાં સરકારનો ખુલાસો

ભૂતકાળમાં, બે ધર્મો, ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના લગ્નના કેટલાક કેસો ‘લવ જેહાદ’ સાથે જોડાયેલા હોઈ શકે, પરંતુ સરકારના શબ્દકોશમાં આવો કોઈ શબ્દ નથી. ગૃહ મંત્રાલયે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે દેશની કેન્દ્રીય તપાસ એજન્સીઓમાં ‘લવ જેહાદ’ નો કોઈ કેસ જોવા મળ્યો નથી અને હાલના કોઈપણ કાયદામાં ‘લવ જેહાદ’ નો ઉલ્લેખ નથી.   આ જવાબ […]

Top Stories India
love jihad "લવ જેહાદ" જેવો કાયદામાં કોઇ શબ્દ જ નથી : સંસદમાં સરકારનો ખુલાસો

ભૂતકાળમાં, બે ધર્મો, ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના લગ્નના કેટલાક કેસો ‘લવ જેહાદ’ સાથે જોડાયેલા હોઈ શકે, પરંતુ સરકારના શબ્દકોશમાં આવો કોઈ શબ્દ નથી. ગૃહ મંત્રાલયે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે દેશની કેન્દ્રીય તપાસ એજન્સીઓમાં ‘લવ જેહાદ’ નો કોઈ કેસ જોવા મળ્યો નથી અને હાલના કોઈપણ કાયદામાં ‘લવ જેહાદ’ નો ઉલ્લેખ નથી.  

આ જવાબ ગૃહ મંત્રાલયે કેરળના સાંસદ બેની બેનહનાં તારાંકીત સવાલનાં જવાબમાં આપ્યો છે. પ્રશ્ન આ પ્રકારનો પુછવામાં આવ્યો હતો કે,  સાંસદ, સરકાર પાસેથી જાણવા માગે છે કે કેરળ હાઇકોર્ટે કહ્યું છે કે રાજ્યમાં લવ જેહાદનો કોઈ કેસ નથી, તો કોર્ટને આ નિર્ણયની જાણકારી છે. બીજું, છેલ્લાં બે વર્ષોમાં તપાસ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સીઓને કેરળમાં લવ જેહાદનો કેસ મળ્યો છે કે નહીં અને જો તે મળી આવે છે, તો તેઓને તે વિશે કહેવું જોઈએ.

‘લવ જેહાદ’ એટલે શું?
તાજેતરનાં વર્ષોમાં ‘લવ જેહાદ’ ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે. હિન્દુવાદી સંગઠનોનું માનવું છે કે મુસ્લિમ યુવાનો ષડયંત્ર હેઠળ હિન્દુ સમુદાયની યુવતીઓને તેમની પ્રેમ જાળમાં ફસાવે છે અને તેમનું ધર્મપરિવર્તન કરે છે અને તેમની સાથે લગ્ન કરે છે. કેરળમાં ‘લવ જેહાદ’ ના ઘણા કેસોમાં મામલા તંગ બન્યા હતા. અને આ કેસોની તપાસ એનઆઈએ દ્વારા લેવી પડી હતી. હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે મુસ્લિમ યુવકો આઈએસઆઈએસની વિચારધારા પર કામ કરી ‘લવ જેહાદ’ની મુહિમ ચલાવે છે અને તેમની વસ્તી વધારવા માટે હિન્દુ છોકરીઓ સાથે લગ્ન કરે છે.

ચર્ચે કહ્યું આવું
કેરળમાં થઈ રહેલા ‘લવ જેહાદ’  , કેરળના સૌથી મોટા ચર્ચ સીરો-મલબાર ચર્ચ, દાવો કરે છે કે ક્રિશ્ચિયન સમુદાયની છોકરીઓને ‘લવ જેહાદ’ માટે નિશાન બનાવવામાં આવી છે. ચર્ચનો આરોપ છે કે ખ્રિસ્તી છોકરીઓ સાથે લગ્ન કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી છે. ચર્ચે કહ્યું કે તેણે પોલીસમાં ફરિયાદ કરી છે પરંતુ તેના વતી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સિરો-મલબાર મીડિયા કમિશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેરળમાં ‘લવ જેહાદ’ ના કેસો વધી રહ્યા છે અને તેનાથી રાજ્યમાં સંવાદિતાની ભાવનાને ઠેસ પહોંચી રહી છે.

હડિયા અને શફીન કેસ
આ મામલો એક મોટા સમાચારોમાં હતો, કેરળના હડિયા અને શફીનનો ‘લવ જેહાદ’ કેસ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. હડિયાના પિતાએ આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ યુવકે તેની પુત્રીને ફસાવી અને તેની સાથે લગ્ન કર્યા. કેરળ હાઈકોર્ટે લગ્નને ગેરકાયદેસર ગણાતો ચુકાદો આપ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો અને હડિયા અને શફીનને સાથે રહેવાની છૂટ આપી હતી. આ કેસની તપાસ એનઆઈએ દ્વારા પણ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જો તપાસ એજન્સી ઈચ્છે તો તે ‘લવ જેહાદ’ એંગલ પર તેની તપાસ ચાલુ રાખી શકે છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.