અકસ્માત/ નંદાસણ પાસે લકઝરીએ રીક્ષાને ટક્કર મારતાં અકસ્માત, 2નાં ઘટના સ્થળે મોત,5 ઇજાગ્રસ્ત

નંદાસણ પાસે અકસ્માત 2 નાં ઘટના સ્થળે મોત

Gujarat
accident નંદાસણ પાસે લકઝરીએ રીક્ષાને ટક્કર મારતાં અકસ્માત, 2નાં ઘટના સ્થળે મોત,5 ઇજાગ્રસ્ત

 કડી તાલુકામાં આવેલા ચડાસણા ગામના પાટિયા નજીક પસાર થતી  લક્ઝરીના ચાલકે ગફલતભરી રીતે પુરઝડપે ગાડિને હંકારીને રિક્ષાને ટક્કર મારતા રિક્ષા રસ્તા પર પલ્ટી ખાઈ ગઈ હતી. ત્યાં લકઝરીની ગંભીર ટક્કરે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા  એક પુરુષ અને એક મહિલાનું મૃત્યુ થયું હતું અને બાળકો સહિત 5 લોકોને નાની-મોટી ઇજાઓ થતા સારવાર અર્થે કલોલ હોસ્પિટલમાં ખસેડવામાં  આવ્યા હતા.પોલીસને જાણ થયાં તે સત્વરે ઘટના સ્થળે પહોચીને બચાવ કામગીરી હાથાધરી હતી.ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદનો પરિવાર વતન ચાણસ્મા ધજા ચડાવી પરત ફરી રહ્યો હતો ત્યાં રસ્તામાં અકસ્માત નડ્યો હતો. નંદાસણ પોલીસે લક્ઝરીચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કડી ચડાસણા પાટિયા પાસે લક્ઝરીની ટક્કરે રિક્ષા પલ્ટી થઇ ગઈ હોવાથી સસરા અને પુત્રવધૂનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જે બનાવની જાણ નંદાસણ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત અંગે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરતા અકસ્માત કરનારા લક્ઝરીચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.