વડોદરા/ M.S યુનિવર્સિટી ફરી વિવાદમાં,સાયન્સ ફેકલ્ટીના વિભાગમાં નમાઝ પઢતો વીડિયો થયો વાયરલ

સાયન્સ ફેકલ્ટીના વિભાગમાં યુવતિ નમાઝ પઢતી નજરે પડે છે. જ્યારે અગાઉ પણ સંસ્કૃત ફેકલ્ટીની સામેનો વીડિયો વાયરલ થયો હતો.

Top Stories Gujarat Vadodara
M.S યુનિવર્સિટી

સંસ્કારની નગરી તરીકે ઓળખાતા વડોદરા (Vadodara) શહેરમાં ફરી એક વિવાદ સામે આવ્યો છે. વડોદરામાં આવેલી એમ.એસ યુનિવર્સિટી (M.S University)માં સંસ્કૃત મહાવિદ્યાલયમાં એક યુવતીનો નમાજ પઢતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.સાયન્સ ફેકલ્ટીના વિભાગમાં યુવતિ નમાઝ પઢતી નજરે પડે છે. જ્યારે અગાઉ પણ સંસ્કૃત ફેકલ્ટીની સામેનો વીડિયો વાયરલ થયો હતો.ફરી M.S યુનિવર્સિટી માં વધુ એક વીડિયો વાયરલ થતા યુનિવર્સિટીનું વાતાવરણ ગરમાયુ છે. જ્યારે સેનેટ મેમ્બર દ્વારા ફેકલ્ટી ડીનને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે નમાઝ મામલે હિન્દુ સંગઠનમાં આક્રોશ લાગણી વ્યાપી ગઈ છે.

આ પહેલા પણ નમાજ પઢવાનો વિવાદ સામે આવી ચુક્યો છે, અગાઉ પણ વીડિયો સામે આવ્યો હતો. M.S યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. સંસ્કૃત ફેકલ્ટી બહાર નમાઝ પઢવાનો વિવાદ સામે આવ્યો હતો. એક પુરુષ અને એક મહિલાએ નમાઝ પઢી હોવાની વાત સામે આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.

આ મામલે એવા પણ સવાલો થઈ રહ્યા છે કે, યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયની સામે જ કેમ આવું કરવામાં આવ્યું? આથી વિશ્વ હિન્દું પરિષદ પર અનેલ સવાલો કરી રહી છે.

આ પણ વાંચો:હું તો કાર્પેટ પણ પાથરી દવ, MPમાં બદલાવની ચર્ચાઓ વચ્ચે બોલ્યા શિવરાજ સિંહ ચૌહાણ

આ પણ વાંચો:નર્સનો આપઘાત, ગુમ થયાના ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાંથી જ મળ્યો મૃતદેહ

આ પણ વાંચો:16 જાન્યુઆરી 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…