Not Set/ માફિયા ડોન અતિક અહમદને ન મળી શક્યા ઓવૈસી, કોંગ્રેસે નિશાન સાધ્યું

અમદાવાદ સાબરમતી જેલ તંત્રએ AIMIM ના ચીફ ઓવૈસીને અતિક અહેમદ સાથે મુલાકાત કરવાની ના પાડી દીધી હતી. તંત્રએ કહ્યું હતું કે અહમદ માત્ર તેના…

Top Stories Ahmedabad Gujarat
અતિક અહમદ

AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી સાબરમતી જેલમાં બંધ અતીક અહમદને મળી શક્યા નહીં. આ સંદર્ભે, જેલ પ્રશાસને ઓવૈસી અને અતીક અહમદની મુલાકાતને ના પાડી દીધી છે. અમદાવાદ સાબરમતી જેલ તંત્રએ AIMIM નાચીફ ઓવૈસીને અતિક અહમદ સાથે મુલાકાત કરવાની ના પાડી દીધી હતી. તંત્રએ કહ્યું હતું કે અહમદ માત્ર તેના પરિવાર કે વકીલ સાથે જ મુલાકાત કરી શકે છે. અને આ નિયમો અનુસાર અતિક સાથે ઓવૈસીની મુલાકાત સંભવ નથી.

 આ પણ વાંચો :આ કોઝવેમાં પૂરના પાણીએ અનેક લોકોનો જીવ લીધો છે, ઓવરબ્રિજ મળશે કે પછી હજુ કુરબાનીઓ લેવાશે ?

પરંતું અસદુદ્દીન ઓવૈસીને અતિક અહમદને મળવાની પરવાનગી ના મળતા તેઓનો સાબરમતી જેલ જવાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. જો કે, ગુજરાત AIMIM ના અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ 4 દિવસ પહેલા અતિક અહમદ સાથે કરી મુલાકાત હતી. ત્યારે કોવિડને કારણે ઓવૈસીને હાલ અતિક અહમદને મળવાની પરવાનગી આપવામાં આવી નથી.

આ બેઠકના સમાચાર મળ્યા બાદ રાજકારણ ઉગ્ર બન્યું હતું. કોંગ્રેસે ઓવૈસીના પક્ષ પર નિશાન સાધતા તેને મુસ્લિમ સમાજનું અપમાન ગણાવ્યું હતું. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની એક દિવસની મુલાકાતે છે. અહીં તેઓ ઘણા મુસ્લિમ સમાજના આગેવાનોને મળ્યા.

આ પણ વાંચો :CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના, PM સાથે કરશે શુભેચ્છા મુલાકાત

યુપી માફિયા અતીક અહમદ સાથેની બેઠકને લઈને રાજકારણ ઉગ્ર બન્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ ઓવૈસી અને ભાજપ પર સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. હવે જ્યારે ઓવૈસી અતીક અહમદને મળ્યા ન હતા, ત્યારે આવી સ્થિતિમાં પણ રાજકારણ તીવ્ર બન્યું છે.

કોંગ્રેસના ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે ઓવૈસી અને ભાજપ સાથે મળીને કામ કરી રહ્યા છે. હૈદરાબાદમાં અબજોની વકફ મિલકતના કૌભાંડના કેસોમાં જેલમાં ન જવા માટે ઓવૈસી ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો :ભાદરવી પૂનમનાં પર્વ નિમિત્તે અંબાજી ખાતે ભક્તોનું જોવા મળ્યુ ઘોડાપૂર

ઉલ્લેખનીય છે કે, અસદુદ્દીન ઓવૈસીએ ગત સપ્તાહે ઉત્તરપ્રદેશના પ્રવાસ દરમિયાન બાહુબલી નેતાઓને ટીકીટ આપવા અંગે વાત કરી હતી. યુપીના બાહુબલી નેતાઓને AIMIM ચૂંટણીમાં ઉતારી શકે છે. જો કે, AIMIM ના અધ્યક્ષ અને સાંસદ ઓવૈસી આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે. અસદુદ્દીન ઓવૈસી સાંજે ટાગોર હોલમાં AIMIM ના પદાધિકારીઓ અને કાર્યકરોને સંબોધન પણ કરશે.

ઉત્તર પ્રદેશની એક પણ જેલ બાહુબલી અતીકને પોતાની જેલમાં જગ્યા આપતા ડરતી હતી. પરિણામે 2019માં ચુંટણી પંચના આદેશ બાદ યૂપીની દેવરિયા જેલમાંથી ટ્રાન્સફર આપી અમદાવાદની સાબરમતી જેલમાં ખસેડાયો છે. હવે જયારે,યુપીના બાહુબલી મુખ્તાર અન્સારીને પંજાબની જેલમાંથી યૂપી પરત લાવવામાં આવ્યો છે ત્યારે, અતીકને પણ યૂપી પરત લઇ જવાશે તેવી અટકળોએ વેગ પકડ્યો છે.

ઉતર પ્રદેશમા વિધાનસભા ચૂંટણી છે. બાહુબલી અતીકને,અખિલેશ યાદવ પસંદ નથી કરતા.એવામાં AIMIMનાં સુપ્રીમો ઔવેસી,અતીકને જેલમાં બેઠા-બેઠા પોતાની પાર્ટી માટે ચૂંટણી લડી શકે તેવા મતલબની કોઈ વાત કરવા આવતા હોય તેવું શક્ય બને અથવા પોતાની પાર્ટી માટે અતીક મદદ કરે તેવી કોઈ વાત હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ હવે જેલ તંત્રના નિર્ણયથી તેમની મુરાદ પર પાણી ફરી જાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો :આવો જાણીએ મંત્રીઓનો પરિચય તથા કયા મંત્રીને ફાળે કયું ખાતું આવ્યું….