Not Set/ મહાભારતની 8 કન્યાઓ, જેને પત્ની બનાવવા માટે થયા યુદ્ધ અને રક્તપાત

મહાભારત એ ભારતનું મહાકાવ્ય છે જેમાં દરેક પૃષ્ઠ પર રોમાંચ છે જે એક મહાન યુદ્ધની ગાથા તરફ દોરી જાય છે. પરંતુ કુરુક્ષેત્ર પહોંચવાના માર્ગમાં ત્યાં પ્રેમ, દ્વેષ, લોભ અને સુંદરતાનું એક સુંદર વર્તુળ છે જેમાં મોટા મહાન યોધ્ધાઓ ફસાતા ગયા અને કેટલાક લોકોએ સુંદરતાના વશીકરણમાં પોતાનું દિલ ગુમાવ્યું તો કેટલાકે જીવ, આવો આજે અમે મહાભારતની […]

Uncategorized
download 4 મહાભારતની 8 કન્યાઓ, જેને પત્ની બનાવવા માટે થયા યુદ્ધ અને રક્તપાત

મહાભારત એ ભારતનું મહાકાવ્ય છે જેમાં દરેક પૃષ્ઠ પર રોમાંચ છે જે એક મહાન યુદ્ધની ગાથા તરફ દોરી જાય છે. પરંતુ કુરુક્ષેત્ર પહોંચવાના માર્ગમાં ત્યાં પ્રેમ, દ્વેષ, લોભ અને સુંદરતાનું એક સુંદર વર્તુળ છે

જેમાં મોટા મહાન યોધ્ધાઓ ફસાતા ગયા અને કેટલાક લોકોએ સુંદરતાના વશીકરણમાં પોતાનું દિલ ગુમાવ્યું તો કેટલાકે જીવ, આવો આજે અમે મહાભારતની તે 8 છોકરીઓનો ઉલ્લેખ કરી રહ્યા છીએ, જેમના પ્રેમ અને સૌન્દર્ય ને પામવા માટે યુદ્ધ અને રક્ત વહેતું થયું હતું.

32851 0 shri krishna and rukmani prem vivah મહાભારતની 8 કન્યાઓ, જેને પત્ની બનાવવા માટે થયા યુદ્ધ અને રક્તપાત

રુકમણી-શ્રી કૃષ્ણા

રુક્મિણી શ્રી કૃષ્ણને દિલથી પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ તેનો ભાઈ રુકમી કૃષ્ણને નફરત કરતો હતો. તે તેની બહેનનાં લગ્ન તેના મિત્ર શિશુપાલ સાથે કરવા માંગતો હતો. રુક્મિણીએ શ્રીકૃષ્ણને એક પતિ તરીકે તેમના પ્રેમ અને તેમને પામવા વિશે એક પત્ર લખ્યો. કૃષ્ણને તેના પ્રેમની ખબર હતી. અને તે રુક્મિણીને હરણ કરવા પહોંચી જાય છે. શ્રી કૃષ્ણે રુક્મિનો વધ કર્યો. રુક્મિણીના ભાઈ અને શિશુપાલે શ્રી કૃષ્ણને રોકવા યુદ્ધ શરૂ કર્યું. પરંતુ આખરે શ્રી કૃષ્ણ રૂક્મિણીને પોતાની સાથે દ્વારકા લાવવામાં સફળ થયા.

32885 5 bheeshm pitamah gives 5 arrows to duryodhana મહાભારતની 8 કન્યાઓ, જેને પત્ની બનાવવા માટે થયા યુદ્ધ અને રક્તપાત

ભાનુમતી – દુર્યોધનનાં લગ્ન

ભાનુમતી અને દુર્યોધનનાં લગ્નની વાર્તા અનોખી છે. તે કમ્બોજના રાજા ચંદ્રવર્માની પુત્રી હતી. તે ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી હતી. વાર્તા એવી છે કે તેણે પોતાનો સ્વયંવરનું આયોજન કર્યું હતું.  દુર્યોધન શિશુપાલ, જરાસંધ, રુકમી અને અન્ય રાજાઓ પણ પહોંચ્યા. પરંતુ જ્યારે ભાનુમતી જયરે વરમાળા સાથે દુર્યોધનની આગળ નીકળી જાય છે કે તરત જ દુર્યોધનએ બળજબરીથી વરમાળા  તેના હાથમાંથી છીનવી લીધો અને ગાળામાં પહેરાવે છે.  દુર્યોધનનાં આ વર્તનને કારણે બીજા રાજાઓએ યુદ્ધ શરૂ કર્યું. પરંતુ કર્ણની મદદથી દુર્યોધન બળજબરીથી ભાનુમતી સાથે લગ્ન કરવામાં સફળ રહ્યો.

32861 0 know these three women of mahabharata are considered virgin after marriage મહાભારતની 8 કન્યાઓ, જેને પત્ની બનાવવા માટે થયા યુદ્ધ અને રક્તપાત

અંબા, અંબિકા-અંબાલિકા લગ્ન

અંબા, અંબિકા અને અંબાલિકા મહાભારતમાં કાશીરાજની પુત્રીઓ હતી. વાર્તા એવી છે કે ત્રણેયનો સ્વયંવર આયોજન કરવામાં આવ્યો હતો. આ સ્વયંવરમાં હસ્તિનાપુરનું આમંત્રણ ન મળતાં ભીષ્મ ગુસ્સે થયા હતા અને બોલાવ્યા વિના કાશી પહોંચ્યા હતા. તેઓએ બળજબરીથી ત્રણ રાજકુમારીઓને અપહરણ કરી લીધા. અંબાના કારણે શલ્ય નરેશે ભીષ્મને યુદ્ધ માટે પડકાર ફેંક્યો હતો અને બંને વચ્ચે યુદ્ધ પણ થયું. જેમાં  ભીષ્મે શૈલ્ય ને  પરાજિત કરી અને ત્રણેય રાજકુમારીઓને હસ્તિનાપુર લઈ ગયા. અંબિકા અને અંબાલિકાએ ભીષ્મના ભાઈ વિચિત્રવિર્યા સાથે લગ્ન કર્યા હતા. જયારે અંબા ભીષ્મના મૃત્યુનું કારણ બની હતી.

32859 2 arjun and ulupis love story મહાભારતની 8 કન્યાઓ, જેને પત્ની બનાવવા માટે થયા યુદ્ધ અને રક્તપાત

દ્રૌપદી – અર્જુન લગ્ન

દ્રૌપદી અને અર્જુનના લગ્ન પણ યુદ્ધમાં પરિણમીને જ પૂરા થયાં. દ્રૌપદી સ્વયંવરના સમયમાં પાંડવ બ્રાહ્મણવેશે  જંગલમાં ભટકતા હતા. શ્રી કૃષ્ણના કહેવા પર, તેમણે સ્વયંવરમાં ભાગ લીધો અને અર્જુન સ્વયંવરની શરત પૂરી કરવામાં સફળ થયા. કૌરવોએ બ્રાહ્મણ વેશમાં અર્જુનને જોયો અને તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું. યુદ્ધની સ્થિતિ જોઈને શ્રી કૃષ્ણને દખલ કરવી પડી.

33466 A mythological love story of krishna son samb and laxmana daughter of duryodhana મહાભારતની 8 કન્યાઓ, જેને પત્ની બનાવવા માટે થયા યુદ્ધ અને રક્તપાત

દુર્યોધન પુત્રી લક્ષ્મણા – શ્રી કૃષ્ણ પુત્ર સંભા લગ્ન

દુર્યોધન પુત્રી લક્ષ્મણા અને શ્રી કૃષ્ણ પુત્ર સંભા બંને એક બીજાને પ્રેમ કરતા હતા. જ્યારે કૌરવોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ લક્ષ્મણાના સ્વયંવરનું આયોજન કર્યું. સ્વયંવર પહેલા જ  સંભા  લક્ષ્મણા ને,  શ્રી કૃષ્ણએ રૂક્મિણીનું હરણ કર્યું હતું તેવી જ રીતે સંભાએ લક્ષ્મણાનું હરણ કર્યું હતું. પરંતુ સંભા ને કૌરવ સૈન્યએ ઘેરી લીધો હતો અને બંધક બનાવી લીધું હતું. ગુસ્સે થઈને બલરામજી હસ્તિનાપુરને યમુના નદીમાં ડૂબાડવા માટે પહોચે છે. અને અંતે  દુર્યોધન ની માફી પછી સંભા અને લક્ષ્મણાના લગ્ન થાય છે.

33283 3 sahdev ate his fathers head in mahabharat મહાભારતની 8 કન્યાઓ, જેને પત્ની બનાવવા માટે થયા યુદ્ધ અને રક્તપાત

ઉષા અને અનિરુધના લગ્ન

બલીના પુત્ર બાણાસુરની પુત્રી ઉષાને શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુધ સાથે પ્રેમ થાય છે. જ્યારે આ સમાચાર ઉષાના મિત્ર ચિત્રલેખાને પહોંચ્યા, ત્યારે તેમણે યોગમાયાનો ટેકો લીધો અને અનિરુધને દ્વારકાથી ઉપાડીને ઉષા પાસે પહોચાડી દીધો હતો.  બંને ખૂબ જ સુંદર અને ગુણોથી ભરેલા હતા. પરંતુ જલદી બાણાસુરને આ વિશે જાણ થઈ. તેણે અનિરુધને યુદ્ધમાં પરાજિત કરી અને તેને કેદ કરી લીધો. શ્રીકૃષ્ણને જ્યારે આ વાતની જાણ થઈ, ત્યારે તે બાણાસુરના  શહેરમાં પહોંચી અને ભીષણ યુદ્ધ  ખેલાયું હતું. પછી, ભોલેનાથના કહેવા પર, બાણાસુર તેની પુત્રીના લગ્ન શ્રી કૃષ્ણના પૌત્ર સાથે કરવા સંમત થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.