Not Set/ કોંગ્રેસનો NIA પર આરોપ : સચિન વાજે કેસમાં પુરાવા છુપાવામાં આવી રહ્યા છે

એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તાએ NIA ઉપર નિશાન સાધ્યું છે. તેમને  NIA ઉપર પુરાવા દબાવવાનો આક્ષેપ કર્યો છે.

India
mundra 10 કોંગ્રેસનો NIA પર આરોપ : સચિન વાજે કેસમાં પુરાવા છુપાવામાં આવી રહ્યા છે
એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તાએ NIA 
ઉપર નિશાન સાધ્યું છે. તેમને  NIA ઉપર પુરાવા દબાવવાનો આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસે શનિવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) પર સચિન વાજે કેસની ચાલી રહેલી તપાસમાં પુરાવા દબાવવાનો આરોપ લગાવ્યો હતો. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે પત્રકારોને જણાવ્યું હતું કે, મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વાજેનું કાર્યાલય મુંબઇના તત્કાલીન પોલીસ કમિશનર પરમબીર સિંઘની ઓફિસથી માત્ર 200 ફૂટ દૂર હતું.

તેમણે કહ્યું કે, “તેમની સીધી પહોંચ સિંહ સુધી હતી. પરંતુ બોમ્બ ધમકીના મામલામાં એનઆઈએ પરમવીર સિંહની તપાસ કરી રહી નથી. એનઆઈએ વરિષ્ઠ વાઝેના વરિષ્ઠ અધિકારીઓ અને પરમબીર સિંહ વિરુદ્ધ તપાસ કરી રહી નથી, જેણે લઇ શંકા ઘેરાતી જાય છે.

ઉલ્લેખનીય છે કે 25 ફેબ્રુઆરીએ એક વિસ્ફોટ ભરેલી સ્કોર્પિયો કાર દક્ષિણ મુંબઇ સ્થિત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીકથી મળી આવી હતી. આ કિસ્સામાં એનઆઈએ 13 માર્ચે વાજે (46 વર્ષીય) ની ધરપકડ કરી હતી.

વાજે ઉપર મનસુખ હિરણની હત્યા મામલે તપાસ ચાલી રહી છે

થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરણની કથિત હત્યામાં વાઝે ની ભૂમિકા માટે પણ તપાસ કરવામાં આવી રહી છે. 5 માર્ચે હરણ થાણે ક્રિક ખાતે મૃત હાલતમાં મળી આવ્યો હતો અને તે અંબાણીના ઘરની નજીકથી મળી આવેલી એસયુવી કારનો માલિક હતો.