Not Set/ નાગપુર બાદ અકોલામાં પણ લોકડાઉન, રાજ્યમાં વધી ચિંતા,પુણે અને ઓરંગાબાદની સ્થિતિ પણ ભયજનક

અકોલામાં પણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. નાગપુર બાદ આજ રાતથી લઈને 15 માર્ચની સવાર સુધી અકોલામાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

Top Stories India
am 16 નાગપુર બાદ અકોલામાં પણ લોકડાઉન, રાજ્યમાં વધી ચિંતા,પુણે અને ઓરંગાબાદની સ્થિતિ પણ ભયજનક

મહારાષ્ટ્ર (maharashtra)ના અકોલા (Akola)માં પણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. નાગપુર બાદ આજ રાતથી લઈને 15 માર્ચની સવાર સુધી અકોલામાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનમાં મહત્વપૂર્ણ સેવાઓમાં છૂટ આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર સરકારે કોરોના કહેરને ધ્યાનમાં રાખીને અકોલા શહેરમાં સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. આજથી 15 માર્ચ સુધી મહારાષ્ટ્રના અકોલા શહેરમાં સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી કોઈને પણ ઘરની બહાર નીકળવાની છૂટ રહેશે નહીં. જો કે, આવશ્યક સેવાઓમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે.

નાગપુરમાં પણ છે 15 થી 21 માર્ચ સુધી લોકડાઉન  

આપને જણાવી દઈએ કે નાગપુરમાં કોવિડ -19 ના કેસમાં ઝડપી વધારાને ધ્યાનમાં રાખીને 15 થી 21 માર્ચ દરમિયાન કડક લોકડાઉન ચાલુ લાગવામાં આવ્યું છે. આ અંગેની જાહેરાત ગુરુવારે જિલ્લાના પ્રભારી મંત્રી નીતિન રાઉતે કરી હતી. તેનું કારણ એ છે કે પાછલા મહિનાથી કોવિડ -19 ના કેસ જિલ્લામાં દરરોજ વધી રહ્યા છે.

દેશભરમાં, કોરોના વાયરસ કેસમાં બેદરકારી ભારે પડી રહી છે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ ફરી એકવાર બેકાબૂ બની ગઈ છે. આ વિસ્તારોમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લઈ શકાય છે. આ અહીં સતત વધી રહેલા કોરોના કેસને કારણે છે.

એવું પહેલેથી જ કહેવામાં આવી રહ્યું હતું કે મહારાષ્ટ્રના અકોલા અને અમરાવતી વિસ્તારોમાં ફરીથી લોકડાઉન થવાની સંભાવના છે અને આજે અકોલામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

પુણે અને ઓરંગાબાદની સ્થિતિ પણ ભયજનક

પુણેમાં ગુરૂવારે પૂરા થતાં 24 કલાકમાં 2800થી વધુ કેસ નોંધાતા તંત્રએ નાછૂટકે આકરા પગલાં લેવા પડ્યાં છે. પુણેમાં હવે આખો માર્ચ મહિનો રાત્રિના 10 વાગ્યેથી બધું જ બંધ કરવું પડશે. તો લોકોને 11 વાગ્યા પછી બહાર નીકળવાની છૂટ નહીં મળે. સવારે 6 વાગ્યાથી ફરી પાછું બધું રાબેતામુજબ થઈ શકશે. મહારાષ્ટ્ર સરકારે ઈમરજન્સી બેઠક બોલાવીને આ ગાઈડલાઈન જાહેર કરી છે. દિવસ દરમિયાન પણ હોટેલ, રેસ્ટોરન્ટ, સિનેમા જેવા ભીડભાડ થતી હોય તેવા સ્થળોએ 50 ટકા જ સંખ્યાને મંજૂરી આપી શકાશે. મહત્વનું છે કે હજુ હમણાં જ નાગપુરમાં એક સપ્તાહના લોકડાઉનનું એલાન કરાયું છે. તો આ તરફ ઔરંગાબાદમાં વીકેન્ડ લોકડાઉન જાહેર કરાયું છે. જે પછી પુણેમાં પણ નિયંત્રણો જાહેર થતાં હવે નક્કી છે કે મુંબઈ, થાણે, નાસિક,નાગપુર, ઔરંગાબાદ હવે પુણેમાં  પણ નવા નિયંત્રણોની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

સૌથી મોટી ચિંતાની વાત એ છે કે દેશભરમાં છેલ્લાં 24 કલાકમાં નવા કેસની સંખ્યા 23 હજારને પાર ગઈ હતી. તેમાં 60 ટકાથી વધુ કેસ તો દેશના એકમાત્ર રાજ્ય મહારાષ્ટ્રમાંથી જ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ મહારાષ્ટ્રના આ ટ્રેન્ડથી ચિંતા વ્યક્ત કરી છે. કડક ચેકિંગ, ટ્રેસિંગ અને આઈસોલેશનથી જ મહારાષ્ટ્રમાં સ્થિતિ કાબૂમાં આવશે. મહારાષ્ટ્રના આકોલામાં વીકેન્ડ લોકડાઉનની ઘોષણા કરી દેવાઈ છે. તો જલગાઁવમાં એક સપ્તાહ માટેનું જનતા કર્ફ્યૂનું એલાન કરાયું છે. આમ મહારાષ્ટ્ર પર જે ઝડપે નિયંત્રણો લદાઈ રહ્યાં છે. સમગ્ર દેશ અને ગુજરાતે પણ તેના પરથી બોધપાઠ લેવાની જરૂર છે.