Maharastra/ પંચાયતની ચૂંટણી: શિવસેના 3113 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો, બીજેપી બીજ ક્રમે…

મહારાષ્ટ્ર પંચાયતની ચૂંટણી: શિવસેના 3113 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો, બીજેપી બીજ ક્રમે…

Top Stories India
crime 12 પંચાયતની ચૂંટણી: શિવસેના 3113 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો, બીજેપી બીજ ક્રમે...

મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો હવે બહાર આવ્યા છે. શાસક પક્ષ શિવસેના આ ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. તે જ સમયે, ભાજપ બીજા નંબરનો પક્ષ બની ગયો છે, જ્યારે કોંગ્રેસને ચોથું સ્થાન મળ્યું છે. 34 જિલ્લાની 12,711 ગ્રામ પંચાયત બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી શિવસેનાને 3113 બેઠકો, ભાજપને 2632 બેઠકો, એનસીપીને 2400 બેઠકો, કોંગ્રેસને 1823 બેઠકો, મનસેને 36 બેઠકો અને અપક્ષોને 2344 બેઠકો મળી હતી.

ભાજપ પાર્ટી આ વખતે સંપૂર્ણ તૈયારી સાથે ચૂંટણી ક્ષેત્રે પ્રવેશી હતી અને મહારાષ્ટ્રની મહાવીકાસ અગાડી ગઠબંધન સરકારને કડક લડત આપતા જોવા મળ્યા હતા.આ દરમિયાન ભાજપે દાવો કર્યો છે કે તેમના સમર્થિત ઘણા અપક્ષોએ પણ આ ચૂંટણીમાં મોટો વિજય મેળવ્યો છે. શુક્રવારે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 79 ટકા મતદાન થયું હતું.

Cricket / બ્રિસબેનમાં ભારતે સર્જ્યો ઇતિહાસ, ભારતની યુવા ટીમે કાંગારૂના…

શિવસેનાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું

અગાઉ આ ચૂંટણી 31 માર્ચ 2020 ના રોજ યોજાવાની હતી પરંતુ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા ચેપને કારણે, તેને થોડા સમય માટે મુલતવી રાખવી પડી. ચૂંટણીના પરિણામો બાદ શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ કહ્યું, “ભાજપે હાર સ્વીકારવી જોઈએ. તેઓએ સમજવું જોઈએ કે અહીંના લોકો કયા પક્ષ સાથે છે અને કોણ તેમના ભલા માટે કામ કરે છે.” શિવસેનાએ કહ્યું, “ઇડી, આઈટી વિભાગ કે સીબીઆઈ પણ મહારાષ્ટ્રમાં ભાજપને જીત તરફ દોરી શકે નહીં.”

Gujarat / ટૂંક સમયમાં ગુમાસ્તા ધારામાં આવી શકે ધરખમ ફેરફાર, ફીમાં થઇ શ…

ભાજપે આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

આક્ષેપોના જવાબમાં બીજેપીએ કહ્યું કે આ ચૂંટણીમાં તેમનો પક્ષ બીજો પક્ષ બની ગયો છે, તેમ છતાં તેમના પ્રતીક અને ટેકો આપનારા ઉમેદવારોનો વિજય સૌથી મોટો છે. નોંધપાત્ર વાત એ છે કે, આ ચૂંટણીના પરિણામો બહાર આવ્યા પછી, લગભગ દરેક પક્ષે તેની જીતનો દાવો કર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…