Not Set/ મહારાષ્ટ્ર/ મનસે MLAની કાર પુલ પરથી રેલ્વે ટ્રેક પર ખાબકી, એક કલાક ખોરવાયું રેલ્વે ટાઈમ ટેબલ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ધારાસભ્ય રાજુ પાટિલની કાર થાણે જિલ્લાના એક પુલ પરથી નીચે રેલ્વે ટ્રેક પર ખાબકી હતી. જેના કારણે કોંકણ રેલ્વે માર્ગ લગભગ એક કલાક સુધી પ્રભાવિત થયો હતો. થાણે રેલ્વે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના નીલજે વિસ્તારમાં દિવા-પનવેલ રોડ પર મધ્યરાત્રિ પહેલા ઘટી હતી. કાર પુલ પરથી રેલ્વે ટ્રેક […]

Top Stories India
DISMAN 2 મહારાષ્ટ્ર/ મનસે MLAની કાર પુલ પરથી રેલ્વે ટ્રેક પર ખાબકી, એક કલાક ખોરવાયું રેલ્વે ટાઈમ ટેબલ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ધારાસભ્ય રાજુ પાટિલની કાર થાણે જિલ્લાના એક પુલ પરથી નીચે રેલ્વે ટ્રેક પર ખાબકી હતી. જેના કારણે કોંકણ રેલ્વે માર્ગ લગભગ એક કલાક સુધી પ્રભાવિત થયો હતો.

થાણે રેલ્વે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના નીલજે વિસ્તારમાં દિવા-પનવેલ રોડ પર મધ્યરાત્રિ પહેલા ઘટી હતી. કાર પુલ પરથી રેલ્વે ટ્રેક પર પડી ત્યારે ત્યાંથી કોઈ ટ્રેન પસાર થઈ રહી ન હતી. આ કાર કલ્યાણ વિધાનસભા મત વિસ્તારના મનસેના ધારાસભ્ય રાજુ પાટિલની હતી.

તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ઘટના સમયે તે કારમાં ન હતા. અને તેનો ડ્રાઈવર કાર ચલાવતો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ડ્રાઈવર રિફ્યુલિંગ સાથે પરત ફરી રહ્યો હતો ત્યારે ઓવરબ્રિજ રૂટ પર એસયુવી રેલિંગ સાથે ટકરાઈ હતી અને નીચે ટ્રેક પર પડી હતી.

તેમણે જણાવ્યું હતું કે અકસ્માત પહેલા ડ્રાઇવર કારમાંથી કુદી પડ્યો હતો. અને તે સુરક્ષિત છે. ઘટના બાદ લગભગ એક કલાક કોંકણ રેલ્વે રૂટ ઉપર ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. બુધવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ કારને ત્યાંથી ખસેડવામાં આવી હતી. અને રેલ્વે સેવા ફરી શરૂ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.