Not Set/ મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ/ રાષ્ટ્રપતિ શાસનની ધમકી એ જનઆદેશનું અપમાન છે, શિવસેના

મહારાષ્ટ્રમાં આજે ચૂંટણી પરિણામોના 10 દિવસ બાદ પણ સત્તાનું કોકડું ગૂંચવાયેલું છે. શિવસેના અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી. જયારે NCP અને કોન્ગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી. ભાજપ અને શિવસેનાના ગઠબંધન પાસે સરકાર રચવા માટે બહુમતિ છે. પરંતુ શિવસેના 50-50 ફોર્મ્યુલા  પર અડગ છે અને પ્રથમ અઢી વર્ષ CM પદની માંગણી પર અડગ […]

Top Stories India
samna મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ/ રાષ્ટ્રપતિ શાસનની ધમકી એ જનઆદેશનું અપમાન છે, શિવસેના

મહારાષ્ટ્રમાં આજે ચૂંટણી પરિણામોના 10 દિવસ બાદ પણ સત્તાનું કોકડું ગૂંચવાયેલું છે. શિવસેના અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી. જયારે NCP અને કોન્ગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી. ભાજપ અને શિવસેનાના ગઠબંધન પાસે સરકાર રચવા માટે બહુમતિ છે. પરંતુ શિવસેના 50-50 ફોર્મ્યુલા  પર અડગ છે અને પ્રથમ અઢી વર્ષ CM પદની માંગણી પર અડગ છે, જેને લઈને આજે પરિણામોના દસ દિવસ બાદ પણ મહારાષ્ટ્રમાં સત્તાનું કોકડું યથાવત ગૂંચવાયેલું જ છે.

ભાજપ શિવસેના બંને એ પોતાના MLA દળના નેતાની વરણી પણ કરી લીધી છે. વરણી બાદ દેવેન્દ્ર ફદાન્વીસે જાહેરાત કરી હતી કે શિવસેના સાથે વાતચિત ચાલુ છે અને શુક્રવારે સરકારનું પુન:ગઠન પણ થઇ જશે. પરંતુ આજે પણ ગુત્થી યથાવત ગૂંચવાયેલી છે. શિવસેના પોતાના નિર્ણય પર અડગ છે.

દિવસે દિવસે આ કોકડું વધુ ગૂંચવાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પછી ભાજપ અને શિવસેનાએ સત્તા માટેના ઉગ્ર લડાઇ સ્પષ્ટ નજરે ચઢી રહી છે. શિવસેનાએ  તેના મુખપત્ર સામનામાં તેની સાથી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ અનેક તીક્ષ્ણ હુમલોઓ કર્યા છે. શિવસેનાએ કહ્યું છે કે સરકારના નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારે રાષ્ટ્રપતિ શાસનની ધમકી આપવી એ આદેશનું અપમાન છે.

સામનામાં લખ્યું છે કે,  ‘મહારાષ્ટ્રનું રાજકારણ હાલમાં એક મનોરંજક સરઘસ બનીને રહી ગયું છે.  જો શિવાજીના મહારાષ્ટ્રમાં જ આવી મનોરંજક શોભાયાત્રા નીકળશે તો તેના માટે જવાબદાર કોણ હશે? હાલનો ઝમેલો  ‘શિવશાહી’ નથી. રાજ્યની સરકાર નહીં, પરંતુ રાજ્યમાંથી વિદાય લેતી સરકારના બુઝાઈ ચુકેલા જુગનું રોજ મજાક બનાવીને મહારાષ્ટ્ર ને મુસીબત માં નાખી રહ્યા છે. સરકારના નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારે વળી પાછી નવી ધમકી આપી છે. તેમને કહ્યું છે કે, જો 7 નવેમ્બર સુધીમાં સત્તાની મડાગાંઠ ના ઉકેલાય તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે.

મુનગંટીવાર અને તેમની પાર્ટીના મનમાં શું ઝેર ઉકળી રહ્યું છે, તે આ નિવેદન પરથી સમજી શકાય છે. જો કાયદો અને બંધારણનો અભ્યાસ ઓછો હોય ત્યાં આવું જ બને છે. અથવા કાનુન અને બંધારણને પોતાની મુઠ્ઠીમાં રાખીને જે મન ફાવે તેમ કરવા માંગે છે..?  જો રાષ્ટ્રપતિ અમારી પકડમાં હોય અથવા રાષ્ટ્રપતિની સીલ ધરાવતા રબર સ્ટેમ્પને રાજ્યની ભાજપ કાર્યાલયમાં રાખવામાં આવે અને જો આપણું શાસન નહીં આવે, તો લોકો મહારાષ્ટ્રમાં સ્ટેમ્પનો પ્રયોગ કરીને રાષ્ટ્રપતિ શાસનની કટોકટીની લાદવામાં આવશે, અહં આવો જ મતલબ જનતાએ કાઢવાનો રહેશે..?

શિવસેનાએ લખ્યું છે કે, ‘સુધીર મુનગંટીવાર દ્વારા આપવામાં આવેલ રાષ્ટ્રપતિ શાસનની ધમકી લોકશાહી વિરોધી અને ગેરબંધારણીય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલ આદેશનું આ અપમાન છે. ‘બંધારણ’ નામના ગૃહમાં રહેતા રામદાસ આઠવલેએ ડો.  આંબેડકરના બંધારણનું અપમાન સહન ન કરવું જોઈએ. ‘

સામનામાં લખ્યું છે કે, ‘સવાલ એ છે કે મહારાષ્ટ્રમાં સરકાર કેમ નથી બનાવવામાં આવી, તેનું કારણ કોણ આપશે? શું ભાજપ દ્વારા ફરીથી મુખ્ય પ્રધાન બનવાની ઘોષણા કરી અને સરકાર બનાવવાનો  દાવો ના કરી શક્યા તે મહારાષ્ટ્રની જનતાને જવાબદાર ઠેરવવું જોઇએ અને જો સરકાર ન હોય તો મુઘલિયા રાષ્ટ્રપતિ શાસન લાદવાની ધમકી આપે છે.

શિવસેનાએ સામના માં લખ્યું હતું કે, ‘હિન્દુઓ સુન્નત કરાવી લે, ધર્માંતરણ કરાવી લે, નહિ, તો દેવ. ધર્મ, પ્રજા પર મુઘલીયા’ દમન ચક્ર ફરી વળશે, આવો જ જુલમ કરનાર પર શિવજીની તલવાર ઉઠી હતી, અને રક્તરંજીત બની હતી, માત્ર સ્વાભિમાન માટે, આ ઇતિહાસને ‘ફરીથી શીવ્શાહીનીઘોશના કરવા વાળા ભૂલી ગયા છે. ? અને એટલે જ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા નાં કરો

શિવસેનાએ એમ પણ લખ્યું છે કે, ‘અમે કાયદો, બંધારણ અને સંસદીય લોકશાહીની પ્રથા અને પરંપરાને જાણીએ છીએ. કાયદો અને બંધારણના ગુલામો નથી. અમે હાલમાં મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ઝામેલાની ચિનગારી નથી ભડકાવી. નૈતિકતા જાહેર જીવનમાં તળિયે પહોંચી છે. હાલની સિસ્ટમ એવી છે કે નૈતિક ફરજ અંગે રાજકારણીઓ, પોલીસ અને ગુનેગારોમાં કોણ ઓછું છે, તે સાબિત થઈ શકતું નથી.

વધુમાં લખ્યું છેકે, રાષ્ટ્રના ચાર સ્તંભોની કમર તૂટેલી જોવા મળી છે અને પોલીસ વિભાગ તેમના માલિકો માટે ‘ધારાસભ્યો’  માટે જોડ તોડ કરવામાં વ્યસ્ત બન્યું છે. તેમણે જન્મથી જ સત્તાની અમરતા લઇ ને આવ્યા છે. લોકશાહીમાં બહુમતી છે કે નહીં, મહારાષ્ટ્રમાં બીજા કોઈને પણ સત્તા પર ન આવવા દેવાનાં અહંની મહારાષ્ટ્ર માં હાર થઇ છે. આ લોકો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ચેતવણી આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આવી ધમકીઓથી કોઈ ફરક નથી પડતો. સરકાર રચવાનો સૌ પ્રથમ દાવો, રાષ્ટ્રપતિ શાસન લાદવાની ધમકી..! રાષ્ટ્રપતિ એ બંધારણની સર્વોચ્ચ સંસ્થા છે. તેઓ વ્યક્તિ નહીં પણ દેશ છે. દેશ કોઈના ખિસ્સામાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.